સુરત : ખટોદરામાં બાઈક સ્લીપ થતા બે મિત્રો પટકાયા, એકનું મોત, એકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો

0
11

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ કોમલ સર્કલ પાસે રવિવારે રાત્રે પૂરપાટ ઝડપે દોડાવી રહેલા બે મિત્રોની બાઈક સ્લીપ થતા અક્સમાત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઈજા પામેલા બે મિત્રો પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

સર્કલ પર પૂરપાટ ઝડપી જતા બાઈક સ્લીપ થઈ

પાંડેસરા ખાતે આવેલ કર્મયોગી સોસાયટીમાં રહેતો 29 વર્ષીય વિજય રવિન્દ્ર બાવિસકર અને નેમનગરમાં રહેતો અનિરુદ્ધ મિશ્રા (ઉ-વ-32 – રહે – પાંડેસરા) રવિવારે રાત્રે બહાર જમીને બાઈક ઉપર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ખટોદરા રોડ પર કોમલ સર્કલ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતા હોવાથી બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થઇ હતી

મિત્રો પૈકી એકનું મોત અને એકની હાલત ગંભીર

ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોમાં ભેગા થઇ ગયા હતા. બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિજય બાવિસકરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અનિરુદ્ધને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો

પરિવારજનોએ જણાવ્યું હતું કે વિજયને અન્ય એક ભાઈ છે. તે નાનપુરા ખાતે આવેલ એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા પણ પાંડેસરાની એક કંપનીમાં નોકરી કરે છે. આ અંગે ખટોદરા પોલીસે આગળની વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here