Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઈસમો દ્વારા...
Array

સુરત : કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઈસમો દ્વારા તોડફોડ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી છે. જેમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસમાં પણ વિરોધ સામે આવ્યો છે. સુરતમાં મક્કાઈપુલ આખે આવેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકિટની ફાળવણીને લઈને રોષમાં બે ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે કાર્યાલયના બેનરો ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક જાગૃત નાગરીક દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના અગ્રણીઓ ટિકિટ ફાળવણીને લઈને વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ તોડફોડ થઈ હતી.

બેનરોમાં કાણાં પાડી ફાડવાનો પ્રયાસ કરાયો.

બેનરોમાં કાણાં પાડી ફાડવાનો પ્રયાસ કરાયો.

કાર્યાલય પર લાગેલા બેનરોમાં કાણાં પાડી દીધા

મક્કાઈપુલ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં સવારે 9 વાગ્યા આસપાસ બે ઈસમો ઘૂસી ગયા હતા. ત્યારબાદ ખુરશીઓને ફેંકી દેવામાં આવી હતી અને તોડફોડ શરૂ કરી હતી. ઉશ્કારાયેલા બંને ઈસમોએ કાર્યાલય પર લાગેલા બેનરોમાં કાણાં પાડી દીધા હતા. ત્યારબાદ બેનરો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જેને લઈને ગત રોજ આખો દિવસ ભાજપના કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટીલની ઓફિસ સુધી વિરોધ ચાલુ રહ્યો હતો.

કોંગ્રેસના અગ્રણીઓએ ઘટનાને વખોડી.

કોંગ્રેસના અગ્રણીઓએ ઘટનાને વખોડી.

ધરણાં પહેલાં જ તોડફોડ

સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાઓને બાકાત રાખ્યા છે. રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાંનું આયોજન કર્યું છે. જોકે, તે પહેલા જ કાર્યાલયમાં તોડફોડ કરતા આ ઘટનાને વખોડી હતી.

રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના વિરોધમાં ધરણાં.

રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના વિરોધમાં ધરણાં.

કોંગ્રેસના અગ્રણીએ ઘટનાને વખોડી

શંભુ પ્રજાપતિ (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે, ધરણાં કરવા માટે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યો હતો. ત્યારે જાણ થઈ હતી કે, કાર્યાલયમાં તોડફોડ અને ખુરશીઓ ફેંકવામાં આવી છે. જેનું મને દુખ છે. જોકે, વોર્ડ નંબર 18માં રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે. ઘણા બઘા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે. કાર્યકરોમાં રોષ છે કે, હાલ કોંગ્રેસને બેઠી કરવાની સુવર્ણ તક હતી જેને ગુમાવી રહ્યા છીએ. જેને લઈને હું ધરણાં પર બેઠો છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments