Thursday, October 28, 2021
Homeસુરત : એક લાયસન્સ બે વ્યક્તિ પાસે, નામ-સરનામુ સરખું, માત્ર ફોટો જ...
Array

સુરત : એક લાયસન્સ બે વ્યક્તિ પાસે, નામ-સરનામુ સરખું, માત્ર ફોટો જ અલગ-અલગ

સુરત RTO કચેરીમાંથી એક જ લાયસન્સ બે વ્યક્તિઓને ફાળવાયા હોવાની વાત બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. અરજદારે લાયસન્સ માટે અરજી ન કરી હોવા છતાં લાયસન્સ ઘર બેઠા બની ને આવી ગયું છે. એક બોગસ લાયસન્સ, જે પુરવાર કરે છે કે સુરત RTO કચેરીમાં ટાઉટોનું રાજ ચાલી રહ્યું છે. જોકે આ બાબતે RTO અધિકારીએ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

RTO અધિકારીઓની મૂંઝવણ વધી

રામદાસ ધુલીચંદ પરેના (અસલી લાયસન્સધારક)એ જણાવ્યું હતું કે, બે જુદી જુદી વ્યક્તિનો એક જ નંબર, નામ, સરનામાવાળું લાયસન્સ બે વ્યક્તિ ધરાવતા હોવાની હકીકત બાદ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છું. તપાસ કરતા સુરત RTOમાંથી લાયસન્સ નંબર GJOY20110847608 નંબરનું ડ્રાઇવિંગ લાયસન્સ ઈશ્ય કરાયું હતું. આ લાયસન્સ રામદાસ ધુલીચંદ પારેના નામે છે તેમજ લાયસન્સમાં પાલનપુર જકાતનાકાનું સરનામું છે. હવે આ એક જ નામના લાયસન્સ બે અલગ અલગ વ્યક્તિના ફોટોવાળા ઈશ્યુ થયાં છે. એટલે કે લાયસન્સ નંબર, નામ, સરનામું તમામ વિગત સરખી અને માત્ર ફોટો અલગ અલગ છે. હવે આ બે ફોટોવાળા લાયસન્સમાં કોનું સાચું અને કોનું ખોટું લાયસન્સ તે મુદ્દે RTO અધિકારીઓની મૂંઝવણ વધી છે.

પોતાના નામના બે લાયસન્સ જોઈ યુવક પણ મૂંઝવણમાં મૂકાયો.

પોતાના નામના બે લાયસન્સ જોઈ યુવક પણ મૂંઝવણમાં મૂકાયો.

RTOએ ખરેખર તપાસ કરવી જોઈએ

વિશાલ આરીવાલા (અરજદારનો વકીલ) એ જણાવ્યું હતું કે, લાયસન્સમાં એક જ વ્યક્તિનું નામ, સરનામું ધરાવતી બે વ્યક્તિના ફોટોવાળું લાયસન્સ ઈશ્યુ થયું છે એ વાત તો પાક્કી દેખાઈ જ રહી છે, જ્યારે અસલ વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી નથી તો આ બીજું લાયસન્સ કેવી રીતે બની ગયું છે એ તો તપાસનો વિષય છે. ઉપરાંત સુરત RTOની અંદર અને બહાર ટાઈટોને રૂપિયા આપો તો જ તમારું કામ વહેલું થાય છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે. આ સમગ્ર મામલે સુરત RTO કચેરીમાં ચાર્જ સંભાળતા ઇન્ચાર્જ RTOએ ખરેખર તપાસ કરવી જોઈએ કે બોગસ લાયસન્સ વગર અરજીએ કેવી રીતે બની ગયું અને અન્ય વ્યક્તિના ઘરે કેવી રીતે પહોંચી ગયું છે.

RTOની અંદર અને બહાર ટાઈટોને રૂપિયા આપો તો જ તમારું કામ વહેલું થાય છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે.
RTOની અંદર અને બહાર ટાઈટોને રૂપિયા આપો તો જ તમારું કામ વહેલું થાય છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments