Friday, September 17, 2021
Homeસુરત : હોકી સહિતના હથિયારો લઈને જાહેરમાં હોબાળો મચાવતા માથાભારે શખસનો વીડિયો...
Array

સુરત : હોકી સહિતના હથિયારો લઈને જાહેરમાં હોબાળો મચાવતા માથાભારે શખસનો વીડિયો વાઇરલ

સુરત રામપુરા વિસ્તારમાં એક માથાભારે ઈસમે જાહેરમાં હોકી સહિતના હથિયારો લઈ હોબાળો મચાવતા હોવાનો વીડિયો વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, પણ હપ્તા વસૂલીને લઈ જાહેરમાં મારામારી કરી પોતાનો હાઉ ઊભો કરવાની કોશિશ કરતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. વાઇરલ થયેલા વીડિયોમાં હોકી, તલવાર સાથે દેખાઈ રહેલો માથાભારે મોહસિન કાલિયા નામનો અસામાજિક તત્ત્વ હોવાની વાત સામે આવી રહી છે.

સ્થાનિકોને ધમકી આપવાની સાથે હુમલો પણ કરાતો હોવાના આક્ષેપ થયા છે.
સ્થાનિકોને ધમકી આપવાની સાથે હુમલો પણ કરાતો હોવાના આક્ષેપ થયા છે.

ડરનો માહોલ પેદા કરે છે

સ્થાનિક લોકોએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે મોહસિન આ જ વિસ્તારમાં નહિ, આજુબાજુના વિસ્તારોમાં પણ ભાઈગીરીની છાપ ઊભી કરી હપતા વસૂલીનું મોટું નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં માથાભારે છાપ ધરાવતા મોહસિન સામે અનેક કેસ નોંધાયા છે. એમ પણ કહેવાય છે કે કોઈ રાજકીય સપોર્ટ સાથે મોહસિન લોકોને જાહેરમાં જ માર મારી ધાક ઊભી કરી રહ્યો છે.

સ્થાનિકોએ પોલીસ કમિશનરને અરજી કરી પગલાં લેવા જણાવ્યું છે.(મોહસિન કાલિયા ફાઈલ તસવીર)
સ્થાનિકોએ પોલીસ કમિશનરને અરજી કરી પગલાં લેવા જણાવ્યું છે.(મોહસિન કાલિયા ફાઈલ તસવીર)

જુલૂસ કાઢવા માગ

દારૂ-જુગારથી લઈ અનેક ગેરકાયદે ધંધામાં સંડોવાયેલો મોહસિન સાથે કેટલાક પોલીસવાળાઓની પણ ભાગદારી હોવાની વાત ચર્ચામાં આવી રહી છે, જેને લઈ મોહસિન સામે કરાતી તમામ ફરિયાદમાં એ ગણતરીના કલાકોમાં બહાર આવી જતો હોય છે. આવા માથાભારે ઇસમોનું પોલીસ જુલૂસ કાઢી લોકોને ભયમુક્ત કરાવે એવી જ પોલીસ કમિશનરને સ્થાનિકોએ અરજી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments