Sunday, April 27, 2025
Homeસુરત : વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન, પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકોનો વિરોધ
Array

સુરત : વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન, પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકોનો વિરોધ

- Advertisement -

સુરતઃ રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે, સુરતમાં આવેલા વીઆર મોલમાં આજે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી મોલ સંચાલકો દ્વારા તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

મોલ સંચાલકોનો લૂલો બચાવ

રાજ્યમાં મોલ-મલ્ટિપ્લેક્ષના સંચાલકો હવે પાર્કિંગ ચાર્જ વસૂલી નહીં શકે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ-મલ્ટિપ્લેક્ષ સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. દરમિયાન આજે સુરતના વીઆર મોલમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું લોકોના ધ્યાને આવ્યું હતું, સવારે મોલમાં પહોંચેલા લોકોને પાર્કિંગ માટે ચાર્જ લેવામાં આવ્યો હતો. જેથી લોકોએ મોલ સંચાલકોને જાણ કરી હતી. જોકે, મોલ સંચાલકોએ હાઈકોર્ટના આદેશ અંગે અજાણ હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ મોલ ખાતે પહોંચી હતી. ત્યારબાદ મોલ સંચાલકોએ તાત્કાલિક પગલાં લઈને પાર્કિંગ ફ્રી કરી દીધું હતું.

નોટીસની સાથે જજમેન્ટ અપાશેઃ પોલીસ

ડિસીપી વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સને નોટીસ આપવાની સાથે હાઈકોર્ટનું જજમેન્ટની કોપી આપવામાં આવશે. ત્યારબાદ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પાર્કિંગ ચાર્જ લેવાતો હોવાનો વીડિયો વાયરલ

વીઆર મોલમાં આજે પાર્કિંગ ચાર્જ લેવાતો હોવાનો વીડિયો લોકોએ ઉતારી લીધો હતો. જેમાં મોલના પાર્કિંગના કર્મચારી ચાર્જ લેતા હોવાની કબૂલાત પણ કરે છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular