સુરત : ખંડણીખોર વસીમ બિલ્લા હત્યા કેસ, ૩ની ધરપકડ

0
21

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગુરૂવારે મોડી સાંજે યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પ શુટરોને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, વસીમ બિલ્લાની રેકી કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું.

આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેંજ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે આ કેસનાં ત્રણ શાર્પ શૂટરોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસે 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here