Tuesday, September 28, 2021
Homeસુરત : કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી વોશેબલ માસ્ક બનાવાયા
Array

સુરત : કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી વોશેબલ માસ્ક બનાવાયા

કોરોના વાઈરસની બીજી લહેર લોકોમાં વધુ સંક્રમણ ફેલાવવા સાથે અચાનક જ ઓક્સિજન લેવલ ઓછું કરી લોકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. ત્યારે આ મહામારીમાં શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવાની અને ફેફસાં શરદી, કફ વિગેરેથી અસરગ્રસ્ત ન થાય એની કાળજી લેવાની સૌથી મોટી સમસ્યા છે. આ સંદર્ભે ભારતના આયુર્વેદ સંસ્કાર અને પારંપરિક ઔષધિ અકસીર સાબિત થઇ રહિ છે. ભૂખ્યાને ભોજન સહિતના અન્ય સેવાકાર્યો કરતા સુરતના રક્ષક ગૃપે આ મામલે પણ નવી શોધ સાથે આગળ આવ્યું છે. રક્ષક ગ્રુપ દ્વારા કપૂર, લવિંગ, સૂંઠ અને અજમાના દ્રાવણયુક્ત કપડાથી બનાવેલા 50 હજાર જેટલા વોશેબલ માસ્ક બનાવવામાં આવ્યા છે.

ઔષધિમાં પલાળ્યા બાદ માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.
ઔષધિમાં પલાળ્યા બાદ માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.

ચાર સામગ્રીનો ઉપયોગ કરાયો
જે 23 મી થી નિઃશુલ્ક વિતરીત કરી કોરોના પોઝિટિવ દર્દીઓને જ નહીં પણ પરિવાર દીઠ દરેક ને 5-5 માસ્ક આપવાની તૈયારી ગૌરવ પટેલે બતાવી છે.ગૌરવ પટેલ (રક્ષક ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ)એ જણાવ્યું હતું કે, કપૂર, લવિંગ, અજમો અને સુંઠ એમ ચાર સામગ્રી લઈને એનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણમાં માસ્ક બનાવવા માટેના સુતરાઉ કાપડને ભીંજવીને દ્રાવણનો પાસ કપડામાં આપવામાં આવે છે.

મહિલા વિંગના સભ્યોએ જહેમત ઉઠાવી
સમગ્ર પ્રોસેસ બાદ આ દ્રાવણના પાસ યુક્ત કાપડને સ્ટીમ પ્રેસ કરાઈ છે. ત્યારબાદ માસ્ક બનાવાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ માસ્ક વોશેબલ માસ્ક છે, એટલે કે એક વાર વાપરીને ફેંકી દેવાના ડિસ્પોઝેબલ માસ્ક નથી. આ સમગ્ર પ્રક્રિયા અમારા મહિલા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ પીન્કીબેન જાતે કરી રહ્યા છે. અમે થોડા માસ્ક અગાઉ બનાવીને ટ્રાયલ લીધી છે, અને બે ચાર વખત ધોવાયા બાદ પણ માસ્કમાં વનસ્પતિની સુગંધ યથાવત રહે છે. કપૂર સહિતની સામગ્રી ઓક્સીજન લેવલ મેન્ટેન કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે.

રક્ષક ગ્રુપ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.
રક્ષક ગ્રુપ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.

માથાના દુઃખાવા અટકે છે
પીન્કીબેને કહ્યું હતું કે, કપૂરથી ઓક્સિજન લેવલ સામાન્ય રહે છે. શ્વસન પ્રક્રિયા બરાબર ચાલતી રહે છે, અને સૂંઠ, લવિંગ, અજમો વ્યક્તિને શરદી, માથાનો દુઃખાવો જેવી સમસ્યા ઉભી થતી રોકે છે. કોરોના સંક્રમણમાં માસ્ક ખૂબ જ જરૂરી છે ત્યારે માસ્કમાં પણ ઔષધિઓ ભળતા વધારે ફાયદાકારક સાબિત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments