Sunday, February 16, 2025
Homeસુરત : જ્યારે BRTS બસના પૈડાં અચાનક થંભી ગયા, હડતાળના પગલે મુસાફરોને...
Array

સુરત : જ્યારે BRTS બસના પૈડાં અચાનક થંભી ગયા, હડતાળના પગલે મુસાફરોને હાલાકી

- Advertisement -

સુરતમાં BRTS બસના ડ્રાઈવરો અચનાક હડતાળ પર ઉતર્યા છે. જેને લઇને સચિન થી ઉધના, સોમેશ્વરથી સોમેશ્વર અને સરથાણાથી ONGC રૂટની તમામ સેવા બંધ રખાઈ છે. પગાર વધારાની માગને લઈને BRTS બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સુરત શહેરની 67 બસ બંધ રહેશે. BRTS બસ બંધ રહેતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.આજરોજ પગાર વધારાની માંગણીને લઇને સુરત શહેરમાં BRTS બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં બસમાં મુસાફરી કરતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. BRTS બસના ડ્રાઇવરોની હડતાળના પગલે શહેરના સચિનતી ઉધના, સોમેશ્વરથી સોમેશ્વર તેમજ સરથાણાથી ઓએનજીસીના રૂટની તમામ સેવાઓ હાલ સ્થગિત થઇ ગઇ છે.આ રૂટ પર BRTS બસમાં મુસાફરોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે. ઓફિસ જઇ રહેલા કર્મચારીઓ, સ્કૂલ માટે બાળકોને છોડવા આવેલા વાલીઓએ ડ્રાઇવરોની હડતાળને લઇને ભારે નારાજગી વ્યક્ત કરી છે.

સુરત શહેરમાં ચાલી રહેલી BRTS બસ સેવાના કેટલાંક રૂટના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી ગયેલા જોવા મળ્યાં. BRTS ડ્રાઇવરોએ પોતાના પગાર વધારની માગને લઇને હડતાળ પાડી હોવાનું જણાવ્યું. જો કે BRTSના ડ્રાઇવરોની આ હડતાળના પગલે સુરત શહેરની 67 બસ બંધ જોવા મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular