સુરત : રોજ 300 નજીક કેસ આવતાની સાથે જ તંત્ર એલર્ટ

0
10

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત રોજ 300 નજીક કેસ આવતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, ગાર્ડન, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીત‌ળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ ઉપરાંત એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. પાલિકાના આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે.

ફર્ફ્યૂના કારણે બસોના શિડ્યુલમાં ફેરફાર
કોરોનાના કેસમાં વધારો થતા પાલિકા દ્વારા સ્કૂલ-કોલેજ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે. જેથી રોજના 75 હજાર મુસાફરો અટવાશે. કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાતાં એસટી બસોના શિડ્યુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને કામરેજ અને કડોદરા ખાતે ઉતારી દેવાશે. જ્યારે સવારે 6 વાગ્યા પહેલા ઉપડતી બસો રિંગરોડ ખાતેથી પરત જશે.

ચેક પોસ્ટ પર 25 પોઝિટિવ મળ્યા
મ્યૂનિ. કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના પાંચ દર્દીઓને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં છે જેમાંથી 3 દર્દીઓ ત્યાંની સરકારી હોસ્પિટલમાંથી અહીં રિફર કરવામાં આવ્યાં છે. ત્યાં હોસ્પિટલો ફુલ થઈ જતાં અહીં રિફર કરાયાં છે. પાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ખાતે ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ગત રોજ સાયણ ચેકપોસ્ટ ખાતે 300 ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી 25 પોઝિટીવ મળ્યા હતાં જ્યારે સારોલી ચેકપોસ્ટ ખાતે 6 લોકો પોઝિટીવ મળ્યાં હતાં.

બંધ કરાવવા માટે પોલીસની ટીમો ઉતારવામાં આવી.
બંધ કરાવવા માટે પોલીસની ટીમો ઉતારવામાં આવી.

જ્ઞાનજ્યોત સ્કૂલમાં સૌથી વધુ 11 વિદ્યાર્થીને કોરોના
શહેરમાં સ્કૂલ-કોલેજોમાં પણ કેસ સતત વધી રહ્યાં છે. ગત રોજ 39 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ગોડાદરાની જ્ઞાનજ્યોત સ્કૂલમાં સૌથી વધુ 11 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જ્યારે એસવીએનઆઈટી કોલેજમાં પણ એક વિદ્યાર્થીને કોરોના થયો છે. અત્યાર સુધી સ્કૂલ અને કોલેજોમાં પોઝિટીવ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 192 પર પહોંચી ગઈ છે.

સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે પાલિકાની ટીમો ઉતારાઈ.
સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે પાલિકાની ટીમો ઉતારાઈ.

બીઆરટીએસ બસના આ રૂટ બંધ

 • જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી કડોદરા
 • કોસાડ ઇડબલ્યુએસ એચ2થી ખરવરનગર
 • જહાંગીરપુરા કોમ્યુનીટી હોલથી પાંડેસરા જીઆઇડીસી

સીટી બસના આ રૂટ બંધ

 • અડાજણ એસટી સ્ટેશનથી રેલવે સ્ટેશન
 • રેલવે સ્ટેશનથી મોટાવરાછા લેક, વેલંજા
 • રેલવે સ્ટેશનથી આભવાગામ
 • રેલવે સ્ટેશનથી ઓલપાડ
 • રેલવે સ્ટેશનથી ખજોદગામ
 • રેલવે સ્ટેશનથી સાયણગામ
 • રેલવે સ્ટેશનથી રાંદેરગામ
 • ઉમરાગામથી કાપોદ્રા
 • ચોકથી ગોડાદરાગામ
 • ચોકથી સી.કે.પીઠાવાલા કોલેજ
 • ચોકથી ભીમપોર-કાંદી ફળિયા
 • કોસાડગામથી વીએનએસજીયુ
 • સુમન સાગરથી લિંબાયત
 • વેસુગામથી ડિંડોલી
 • અડાજણ જીએસઆરટીસીથી મોરાગામ
 • ઇસ્કોન સર્કલથી વીએનએસજીયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here