સુરતની મહિલાએ પ્રેગ્નેન્સીની જાણ થતા આપઘાતનો પ્રયાસ કર્યો, બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

0
55

સુરતઃ સુરતથી નોકરી શોધવા નીકળેલી મહિલા વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ હિંમતસિંહ જાડેજાની ઓફિસમાં મેનેજમેન્ટ સંભાળવાના કામે લાગી હતી. બિલ્ડર દ્વારા રહેવા માટે એક ફ્લેટ પણ અપાયો હતો. જ્યાં બિલ્ડર અવારનવાર જઇ મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે, બિલ્ડરથી કંટાળી મહિલા સુરત જતી રહી હતી. જ્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા તેણે ઉંઘની ગોળી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ઝીરો નંબરથી વાપી ટાઉન પોલીસને સોંપાઇ છે. વાપી ટાઉન પોલીસે આર્મ્સ એક્ટ, ધમકી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

બિલ્ડરે મહિલાને નોકરી આપી રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો

સુરત અડાજણ મંદિર પાસે રહેતી 35 વર્ષિય મહિલાના લગ્ન 2005માં થયા હતા. જેથી તેને બે દીકરી અને એક દીકરો થયો હતો. પતિ બેકાર હોવાથી વર્ષ 2011માં વાપી ખાતે મોટા કાકાના દીકરાના ઘરે આવી હતી અને 2014માં વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં નોકરીએ લાગી હતી. દરમિયાન સાથે કામ કરતી કિરણે વાપીમાં કિંગ વર્લ્ડ રિયાલિટી નામે કંસ્ટ્રક્શનનું કામ કરતા ગીરીરાજસિંહ હિંમતસિંહ જાડેજા પાસે નોકરી માટે કહેતા તેમનો સંપર્ક કરી તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની નવી ઓફિસ 102, શાંતિ કોમ્પ્લેક્ષ નિસાન કાર શોરૂમ ઉપર હાઇવે પર મેનેજમેન્ટના કામે લાગી હતી. 16 હજાર પગાર નક્કી કરી તેને રહેવા માટે બિલ્ડરે ચલા ગુરૂકુલ રોડ પર એક ફ્લેટ આપ્યો હતો. નોકરી દરમિયાન બિલ્ડર અવારનવાર મહિલા પાસે બેસીને વાતો કરતો હતો. એક દિવસ બપોરે જ્યારે બાળકો સ્કૂલમાં હતા ત્યારે બિલ્ડર મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને બળજબરીથી બેડરૂમમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

બિલ્ડરથી કંટાળી મહિલા સુરત ખાતે તેની બહેનપણી પાસે જતી રહી

બિલ્ડર અવારનવાર મહિલાના ફ્લેટમાં જઇ મરજી વિરૂદ્ધ સંબંધ બાંધતો અને વિરોધ કરવાથી પોતે મોટો માણસ છું કોઇ કંઇ કરી શકે નહીં તેમ જણાવી ધમકાવતો હતો. બિલ્ડરથી કંટાળી મહિલા સુરત ખાતે તેની બહેનપણી પાસે જતી રહી હતી. જ્યાં ગર્ભ રહી જવાની જાણ થતા તેણે ગત 11મીના રોજ ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. શારીરિક સંબંધ બાંધનારા વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ હિંમતસિંહ જાડેજા સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ઝીરો નંબરથી વાપી ટાઉન પોલીસને સોંપાઇ છે. ટાઉન પોલીસે આર્મ્સ એક્ટ, ધમકી અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.

બિલ્ડરે મહિલાને ફોન પર ધમકી આપી હતી

21 નવેમ્બર 2019એ રાત્રે આરોપીએ મહિલાને ફોન કરી જણાવેલ કે, મારા ચાર મિત્રોને તારા ફ્લેટ પર મોકલું છું તેઓ તારી સાથે રાત ગુજારશે. જવાબમાં હું આ પ્રકારની સ્ત્રી નથી કહેતા જ ગુસ્સે થઇ તને નોકરીમાંથી કાઢી મુકીશ અને ઘર પણ ખાલી કરી દે તેવી ધમકી અપાઇ હતી. જે વાત દીકરી સાંભળી જતા તેણે સુરતમાં રહેતી બહેનપણીને તમામ વાતો ફોન પર કરતા તે રાત્રે જ વાપી આવી ગઇ હતી.

કોઈને જણાવશે તો 6 ગોળી ઉતારી દઇશ

બહેનપણીને ઘટનાની જાણ થતા તે વાપી આવી ઘર સામાન ટેમ્પોમાં પેક કરી રહી હતી. તે સમયે પીડિતા હિસાબ માટે ઓફિસે ગઇ હતી. જ્યાં બિલ્ડરે મહિલાને તમાચો મારી રિવોલ્વર તાકીને ધમકાવેલ કે તું કોઇને આપણા સંબંધ વિશે જણાવશે તો છ એ છ ગોળી શરીરમાં ઉતારી દઇશ.

મહિલાની બહેનપણીને ધમકી અપાઈ

વાપીમાં બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાએ મહિલાની બહેનપણીને ફોન કરીને ધમકી આપી હતી. 11મી તારીખે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારથી તેની બહેનપણી પર બિલ્ડર અને તેના સાગરિતોએ અલગ અલગ નંબરો પરથી 45થી 50 જેટલા ધમકીના કોલ કર્યો હોવાની વાત તેણે જણાવી હતી. આ બાબતે મહિલાની બહેનપણીએ ઓડિયો ક્લિપ પણ આપી હતી. તેમાં બિલ્ડરે ફોન પર બહેનપણીને ધમકી આપી કે, ‘ દેખ કાજલ(નામ બદલ્યું છે) એક બાત બતાઉ, તેરે કો કુછ માલુમ નહી હૈ તો બે મતલબ કૂદને કા મતલબ નહી હૈ, મેરી કિસી કે સાથ દુશ્મની નહી હૈ, તેરી લડકી ભી હોસ્ટેલ મેંહૈ, તેરી લડકી કે કારનામે કી ગલત ચીજ કોઈ બતાયેગા તો તેરે કો કૈસા લગેગા, ચાલુ તુને કીયા હૈ બરાબર, તેરે કો દુશ્મની લેના હૈ તો લે, બેટા-બેટી મત કર, તુને ગલત જગા પૈ હાથ ડાલા હૈ કહીને ગાળો આપી હતી.આ બાબતે અડાજણ પોલીસે ધમકીની કોઇ ફરિયાદ કે અરજી આવી ન હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here