સુરતઃ વેસુમાં એક ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા યુવાને સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. યુવાન છેલ્લા 10 દિવસથી વતન જવાનું આયોજન કરી રહ્યો હતો. નીકળતા નાણા નહીં મળતા આપઘાત કરી રહ્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘરમાં જ ફાંસો ખાધો
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના જયપુરનો વતની મનોજ રાજેન્દ્ર સેની(ઉ.વ.31) વેસુમાં આવેલી સન્સાઈન રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતો હતો. અને ઈલેક્ટ્રોનિકની દુકાન ધરાવતો હતો. દરમિયાન ગત રોજ પત્નીને મનોજ ઘરના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જ્યારે પત્નીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી વતન જવાની તૈયારીઓ ચાલતી હતી. દરમિયાન આકરું પગલું ભરી લીધું છે. સુસાઈટ નોટ આધારે પરિવારે પણ મનોજની આપઘાત નહીં પણ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
આપઘાત કરનાર મનોજે હિન્દીમાં સુસાઈડ નોટ લખેલી છે. જેમાં શરૂઆતમાં તેને દગો આપનાર બે યુવકો વિશાલ અને મનસુખના નામ લખ્યા છે. અને લખ્યું છે કે, પપ્પા, મમ્મી મુજે માફ કર દેના, બચ્ચો મુજે માફ કર દેના. ખુશ્બુ ભી. ક્યોકી મે તુમ લોગો કે સાથ કુછ પલ ભી નહીં દે પાયા. વિશાલ અને મનસુખને સાથ મિલકર મેરે સાથ ધોખા કિયી હે. ઓર મુજ પર પચાસ સે સાઠ લાખ દેના કો મના કર દીયા હે. ઓર મેરે પૈસે ખા ગયે. ઈસલિયે મેં કિસી કો મું દિખાને લાયક નહીં હું. ઈસલિયે અપને આપ કો મારને કી બાતે કર રહા હું. ઓર ઈન્સાફની માંગ કરતા હું કી ઈન દોનો કો ઈનકી સજા દે. ઓર મેરે પૈસે ખુશ્બુ ઓર બચ્ચો દે દે. વિશાલને ખુશ્બુ કા મંગલસુત્ર તક લે લીયા ઓર મેરા સારા સામાન ધોખે સે લે લીયા. ખુશ્બુ, બચ્ચો મુજે માફ કર દેના. મે મરને કે બાદ ભી તુમ લોગો કી રક્ષા કરુંગા. ખુશ્બુ ઓર બચ્ચો કો ઈન્સાફ દિલાના. વિશાલ ઓર મનસુખ યે દોનો મેરે મરને કી વજહ હે. ઈન લોગોને મેરા સબ કુછ લૂંટ લીયા, સરે આમ ઈનકો કડી સે કડી સજા દે.ઓર ખુશ્બુ ઓર બચ્ચો કી રક્ષા કરે. ખુશ્બુ ઓર બચ્ચો કો ઈનકા પૈસા મિલે.ખુશ્બુને આપના સોના ઓર જિંદગીથી સારી બચત મુજે દી થી. જો યે લોગ ધોખે સે મુજસે છીન લીયે.ઈનકો કડી સે કડી સજા દે.