સુરતી : ઓનલાઈન એજ્યુકેશનનો કન્સેપ્ટ વધતા ઈન્ટરનેટ જોડાણમાં વધારો, એક વર્ષમાં ઈન્ટરનેટ યુઝ દોઢ લાખ વધ્યો

0
2

લોકડાઉનના કારણે વર્કફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનનો કન્સેપ્ટ વધતા શહેરમાં ઈન્ટરનેટ જોડાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019-20માં શહેરમાં 3.50 લાખ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શન હતાં. જે વર્ષ 2020-21માં વધી 5 લાખ થયા છે, એક વર્ષમાં ઈન્ટરનેટ યુઝ દોઢ લાખ વધ્યાે છે. પહેલા 5 જીબીની સામે હવે 25 જીબી વપરાશ વધ્યો છે.

ઈન્ટરનેટ પર સર્ફિગ, વીડિયો અને ફિલ્મો જોવાનું પ્રમાણ વધ્યું

પહેલા એવરેજ એક યુઝર દીઠ રોજના 4થી 5 જીબી ઈન્ટરનેટ વપરાતું હતું હવે તે વધીને 20થી 25 જીબી થયું છે. જેનું મુખ્ય કારણ હાલમાં લોકો ઘરે ઈન્ટરનેટ પર સર્ફિગ, વિડિયો અને ફિલ્મો જોઈ રહ્યા છે.

ધંધા બંધ હોવાથી બ્રોડબેન્ડ જોડાણ ઘટ્યા

લોકડાઉન અને મિનિ લોકડાઉનની સ્થિતિ હોવાથી ઓફિસો બંધ છે. દુકાનો બંધ છે. જેથી બ્રોડ બેન્ડના કનેશનનોમાં ઘટાડો થયો છે. તેની સામે ઘરે ઈન્ટરનેટ કનેશનમાં વધારો થયો છે. કોર્મશિયલ 15 ટકા જેટલા કનેક્શનો ઓછા થયા છે.

લોકો એક ઘરમાં બે કનેક્શન લઈ રહ્યા છે

યુ બ્રોડ બેન્ડ સાથે સંકળાયેલા તર્પણ પટેલ કહે છેે, લોકડાઉન પછી ઈન્ટરનેટ વપરાશ વધ્યો છે. ઘરે બાળકો ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે અને વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ હોય એક જ ઘરમાં બે જોડાણ લઈ રહ્યા છે.

સ્માર્ટ ટીવીના કારણે પણ જોડાણ વધ્યા જીટીપીએલના આસિ. જનરલ મેનેજર રાજીવ ભાટિયા કહે છે કે, ‘ગત વર્ષની સરખામણીમાં ઈન્ટરનેટ કનેક્શન વધ્યા છે. જેની પાછળનું કારણ એ છે કે, હવે ઘરે ઘરે સ્માર્ટ ટીવી હોવાથી લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here