સુરત : કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે સુરતી કપલે સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન કર્યા

0
9
  • લગ્ન પ્રસંગમાં બંને પક્ષના પાંચ પાંચ સભ્યો એકત્ર થયા હતા
  • વરરાજા અને દુલ્હને માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને સાત ફેરાં ફર્યા

સુરત. હાલ કોરોનાને કારણે એકબાજુ લગ્ન સિઝન હોવા છતાં તમામ લગ્નપ્રસંગો બંધ રાખવામાં આવ્યા છે. તેવામાં સુરતના ડિંડોલીમાં કોરોનાની મહામારી વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગમાં બંને પક્ષના પાંચ પાંચ સભ્યો એકત્ર થયા હતા. વરરાજા અને દુલ્હને માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને સાત ફેરાં ફર્યા હતા.

પાર્કિંગમાં લગ્ન યોજાયા

ડિંડોલીમાં સાંઈબાબ મંદિરની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા એનિશાબેન વિનોદભાઈ ગોરાણીના લગ્ન ડિંડોલી સ્થિત સ્વસ્તિક બેંકની બાજુમાં તળાવની પાસે વિનાયક રેસિડેન્સીમાં રહેતા કેતન ચંદ્રકાન્ત કાશીવાળાની સાથે નક્કી થયા હતા. પહેલા 2 ત્યારબાદ 22 અને હવે 28મીના રોજ લગ્ન કરાવી દીધા હતા. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લોવ્ઝ પહેરીને લગ્ન પ્રસંગ યોજાયો હતો. ઘરની સામે રહેતા પરિવારે તેમની પાર્કિંગની જગ્યા આપી હતી. જેમાં લગ્ન યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here