Sunday, November 28, 2021
Homeસુરતીલાલાઓએ બનાવ્યું અનોખું ડાયમંડ માસ્ક, જેની કીમત છે લાખો રૂપિયા
Array

સુરતીલાલાઓએ બનાવ્યું અનોખું ડાયમંડ માસ્ક, જેની કીમત છે લાખો રૂપિયા

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દિધો છે.અને સાથે સાથે ભારત સરકાર દ્વારા લોકડાઉન જારી કરવામાં આવ્યું હતું. જેથી કરીને કોરોનાને રોકી શકાય અને સરકારે લોકોને માસ્ક પેહરવાની અપીલ પણ કરી હતી જેથી કરીને કોરોના સામે રક્ષણ મેળવી શકાય પરંતુ અમુક લોકો માસ્ક વિના બહાર નીકળી રહ્યા છે. એમાય વળી ગુજરાતીઓની અને પાછી સુરતીલાલાઓની વાત આવે એટલે કઈંક હટકે કરતા હોય છે.તેવામાં હવે માસ્કમાં પણ અવનવી ડિઝાઈનો આવવા લાગી છે.એ વાતને ધ્યાને રાખી મહિલાઓને આકર્ષવા માટે સુરતના એક જવેલર્સ દ્વારા ડાયમંડ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.

મહિલાઓમાં જ્વેલરીનો આમ પણ ખુબ જ ક્રેઝ જોવા મળતો હોય છે. અને ડાયમંડ મહિલાઓને સૌથી વધુ પ્રિય હોય છે. અને હવે જ્યારે માસ્ક લોકોના ડેઇલી રૂટિનનું એક અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે ડાયમંડવાળા માસ્ક મહિલાઓને ખૂબ પસંદ પડી રહ્યા છે. સુરતના જવેલર્સને માસ્કમાં નવી વેરાયટી અને કંઈક ડિફરન્ટ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી જ્વેલરી વેપારી દ્વારા વિવિધ આકાર અને રંગવાળા માસ્ક પર ડાયમંડ માટેની ડિઝાઇન નક્કી કરી. અમુક માસ્ક પર ડાયમંડનું સ્ટીચિંગ કરાવ્યું તો અમુક માસ્ક પર રિયલ ડાયમંડની સેર લટકતી હોય એ રીતે આ નવીન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જે હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ડાયમંડ માસ્ક ખાસ કરીને લગ્ન પ્રસંગમાં વર-વધુ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી તેમના ઓર્ડર પ્રમાણે આ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ડાયમંડની કિંમત પ્રમાણે આવા એક માસ્કની કિંમત દોઢ લાખથી લઈને ચાર લાખ સુધીની છે. ડાયમંડ માસ્કની ખાસ વાત એ પણ છે કે માસ્કના ઉપયોગ બાદ તેમાં વપરાયેલા ડાયમંડનો ઉપયોગ બીજી જવેલરી બનાવવા માટે કરી શકાય છે. એટલે લોકો માટે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments