સુરતના બહુચર્ચિત દુર્લભ પટેલ આત્મહત્યા કેસનો આરોપી હેડ કોન્સ્ટેબલ નાસિકથી પકડાયો

0
8
  • આ કેસમાં સુરત પોલીસ કમિશનર દ્વારા પીઆઇ બોડાણા સહિત કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.
  • દુર્લભ પટેલ અને તેમના પુત્ર જેડીએ હેડ કોન્સ્ટેબલ વિજય શિંદે પાસે પીસાદ જમીનમાં મદદ માંગી હતી. બાદમાં તે જ દુર્લભ પટેલને ધમકાવતો

સુરત :સુરતમાં દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં શુક્રવારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દુર્લભ પટેલ આપઘાત કેસ (Durlabh Patel case) માં આરોપી પોલીસ કર્મી વિજય શિંદે નાસિકથી ઝડપાયો છે. વિજય શિંદેની ધૂલિયા હાઈવે પરથી ધરપકડ કરવામાં આવી છે. તે મહારાષ્ટ્રના મનોર નજીક એક રિસોર્ટમાં રોકાયો હોવાનું પોલીસને જાણ થઈ હતી.

દુર્લભ પટેલ કેસમાં વિજય શિંદેનો રોલ
દુર્લભ પટેલ અને તેમના પુત્ર જેડીએ હેડ કોન્સ્ટેબલ વિજય શિંદે પાસે પીસાદ જમીનમાં મદદ માંગી હતી. બાદમાં તે જ દુર્લભ પટેલને ધમકાવતો થયો હતો. તે અન્ય આરોપીઓ સાથે મળીને અશ્લીલ હરકતોથી દુર્લભ પટેલને ધમકાવતો હતો. સાથે જ પોલીસને વિજય શિંદે સામે અનેક પુરાવા મળ્યા છે, જેમાં તે દુર્લભ પટેલે જે ઉખાડવું હોય તે ઉખાડી લે જે તેવું કહી રહ્યો છે.

4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા 
કરોડો રૂપિયાની જમીન વિવાદમાં દુર્લભ પટેલે આત્મહત્યાનું પગલુ ભર્યું હતુ. આ કેસમાં ઓલપાડના મામલતદાર સહિત ત્રણ શખ્સોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. આ કેસમાં સુરત પોલીસ કમિશનર દ્વારા પીઆઇ બોડાણા સહિત કોન્સ્ટેબલ અને એએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પીઆઇ લક્ષ્મણ બોડાણા અને પીઆઈએ રાઇટર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડર આપઘાત કરતા સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જેમાં પીઆઇની સંડોવણીનો ઉલ્લેખ હતો.