Sunday, April 27, 2025
HomeગુજરાતGUJARAT: સુરતનું ધોરણ-10 નું રકોર્ડબ્રેક 86.75 ટકા પરિણામ

GUJARAT: સુરતનું ધોરણ-10 નું રકોર્ડબ્રેક 86.75 ટકા પરિણામ

- Advertisement -

ગુજરાત  શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામમાં સુરત કેન્દ્વનું ૮૬.૭૫ ટકા પરિણામ સાથે સતત ચોથા વર્ષે એ-૧ ગ્રેડમાં સૌથી વધુ ૪૮૭૦ વિદ્યાર્થીઓ આવીને ઇતિહાસ સર્જયો છે. આ સાથે જ ગત વર્ષના પરિણામ કરતા આ વર્ષે પરિણામમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો છે. સુરતના  વરાછા   કેન્દ્વનું સૌથી વધુ ૯૪.૬૪ ટકા  પરિણામ વરાછા અને સૌથી ઓછુ પરિણામ ભાગળ કેન્દ્વનું  ૬૩.૭૩ ટકા આવ્યુ છે.

માર્ચ ૨૦૨૪ માં લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા ધોરણ ૧૨ બોર્ડના પરિણામ પછી અપેક્ષા મુજબ જ પરિણામ આવ્યુ છે. સુરત કેન્દ્વમાંથી આ પરીક્ષામાં કુલ ૭૭૭૯૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૭૭૪૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને  પરિણામ જાહેર થતા સુરત કેન્દ્વનું ૮૬.૭૫ ટકા આવ્યુ હતુ.રાજયભરમાં સૌથી વધુ ૪૮૭૦ વિદ્યાર્થીઓ સુરતના એ-૧ ગ્રેડમાં આવ્યા છે. ગત વર્ષે સુરત કેન્દ્વના ૧૨૭૯ વિદ્યાર્થીઓ એ-૧ માં આવ્યા હતા. અને આ વર્ષે ૨૬૫ ટકાનો ઉછાળો આવીને ૩૫૯૧ એ-૧ ગ્રેડમાં વધવાની સાથે જ કુલ ૪૮૭૦ એ-૧ ગ્રેડમાં નોંધાયા છે. આ આંકડો રાજયભરમાં સૌથી વધુ અને સુરતના પરિણામમાં ઇતિહાસ સર્જનારો છે. આ પરિણામ સાથે જ એ-૧ ગ્રેડમાં વરાછાની સ્કુલોનો દબદબો યથાવત રહ્યો છે. જેમાં સૌથી વધુ વરાછા આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના ૩૪૯ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા છે. જેમાં પાચ વિદ્યાર્થીઓના ૯૮ ટકાની ઉપર માર્કસ આવ્યા છે. આ સિવાય વરાછા પી.પી. સવાણી ગુ્રપ ઓફ સ્કુલના ૨૮૪,  જે.બી કાર્પ વિદ્યા સંકુલના ૨૦૩ વિદ્યાર્થીઓગજેરા ગુ્રપ ઓફ સ્કુલના ૧૮૦ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં વાવની વશિષ્ઠ વિદ્યાલયના ૮૦ વિદ્યાર્થીઓમૌની ઇન્ટરનેશનલ સ્કુલના ૯૭ વિદ્યાર્થીઓસંસ્કારદીપ સ્કુલના ૪૦રાંદેરની લોકમાન્ય સ્કુલના ૧૧સ્વામીનારાયણ ગુરુકુળના ૯૨કૌશલ વિદ્યાલયના ૧૦૪યોગી  પ્રવૃતિ વિદ્યાલયના ૩૭ભૂલકા વિહાર સ્કુલના ૫૮વનિતા વિશ્રામ સ્કુલના ૪૪વી.એન.ગોધાણીના ૧૪તપોવન વિદ્યાલયના ૫૮એલ.પી.ડી સ્કુલના ૬૯પા.પાની સંસ્કાર ભારતી વિદ્યાલયના ૧૦૨રાંદેરની પ્રેસીડન્સી સ્કુલના ૧૫સરદાર પટેલ વિદ્યાભવનના ૨૯સ્વામી ગુરુકુળના ૯૨ઓલપાડની લવાછા સ્કુલના ૧૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular