Tuesday, December 5, 2023
Homeગુજરાતસુરેન્દ્રનગર : કટારીયા ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતાં 3 લોકોના મોત

સુરેન્દ્રનગર : કટારીયા ગામે વીજળી પડતાં ખેતરમાં કામ કરતાં 3 લોકોના મોત

- Advertisement -

લીંબડી તાલુકાના કટારીયા ગામે વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ખેતરમાં કામ કરી રહેલા પરિવાર પર વીજળી પડી હતી. પિતા-પુત્ર અને અન્ય ખેત મજુરીએ આવેલ મહિલાનું મોત નીપજ્યું છએ. જિલ્લામાં વીજળી પડવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 15 દિવસમાં 4 લોકોના વીજળી પડવાથી મોત નિપજી ચુક્યા છે. હાલ કટારીયા ગામમાં વીજળી પડતા 3 લોકોના મોત બાદ ગામ શોકમાં ફેરવાયું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સોમવારથી ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે  આ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પણ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.તો અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular