સુરેન્દ્રનગર : એકજ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલીમાં તીક્ષ્‍‍ણ હથીયારના ધા મારી કરાઇ એકની હત્યા

0
14

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી ફાયરિંગ, હત્યા અને જૂથ અથડામણના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વડનગર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક જ સમાજના બે લોકો વચ્ચે બોલાચાલી થતા સાત જેટલા શખ્સોએ તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી એક વ્યક્તિની હત્યા કરી નાખી.

સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે ત્યારે મંગળવારે મોડી રાત્રે શહેરના વડનગર વિસ્તારની અંદર એક જ સમાજના બે પાડોશી વચ્ચે પૌત્રને પૌત્રીના મૈત્રી સંબંધો બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. ત્યારે આરોપીની પુત્રી સાથે મરણ જનાર ભીખાભાઈ દેત્રોજા ના પુત્રનો આરોપીના પુત્રી સાથે મૌત્રી સંબંધ હોવાને કારણે વાતચીત બાદ ઝઘડો થયો હતો. જેમાં સાત જેટલા આરોપીઓએ તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ હત્યાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ડિવાએસપી,એ ડિવિઝન ,ડી સ્ટાફ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ગણતરીના કલાકોમાં જ આરોપીઓની અટકાયત કરી લીધી હતી.

તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બંને પક્ષો થી સામસામે ફરિયાદ લઇ તેમજ મરણજનાર ભીખાભાઇની લાશને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. અત્યારે હાલ તો ચાર આરોપીઓને પોલીસે અટકાયત કરી લીધેલ છે. તેમજ બે મહિલા સહિત અન્ય એક આરોપીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરવા પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે અત્યારે પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here