Saturday, September 18, 2021
Homeસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાંથી દુર્લભ ગણાતો બિલ્લી સાપ મળી આવ્યો
Array

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાંથી દુર્લભ ગણાતો બિલ્લી સાપ મળી આવ્યો

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાથી દુર્લભ બિલ્લી સાપ મળી આવ્યો હતો. હિમોટોક્સિક ઝેર ધરાવતા આ સાપને ત્યારબાદ ખુલ્લા સલામત વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

આ બિલ્લી સાપ તરીકે ઓળખાતો સાપ ધ્રાંગધ્રા ખાતે બરોબર 1 વર્ષ અને 3 મહિના પછી મયુરનગરના લક્ષમણભાઈ ભરવાડના બકરીઓના વાડા વચ્ચે મળી આવ્યો છે. તે પહેલાં જડેશ્વર મંદિર પાસે રમેશભાઈના ઘરમાંથી મળી આવ્યો હતો. જે સામાન્ય રીતે જોવા મળતા સાપોથી દુર્લભ સાપ છે. અને આંશિક ઝેરી સાપ છે. આ સાપ હિમોટોક્સિક ઝેર ધરાવે છે, પરંતુ મનુષ્ય પર આ સાપના ઝેરની અસર નહિવત થાય છે. ગરોળી, પક્ષીઓના ઈંડા, કાચીંડા, ગરોળીનો શિકાર કરે છે, ઘણી વખત આ સાપ શિકારને ગૂંગળાવીને મારી નાખે છે.

પોતાની પૂંછડી લાંબી હોવાને કારણે વૃક્ષ પર ચડીને ત્યાંથી ઘણી વખત પડતો હોય છે, એટલે આ સાપને ઉડતો સાપ પણ માની લેવામાં આવે છે. ઝાડની બખોલમાં મે મહિનાથી જુલાઈ વચ્ચે 3 થી11 ઈંડા મૂકે છે, બચ્ચા 10 ઈંચની લંબાઈના હોય છે. આ સાપ વધુમાં વધુ સાડા ચાર ફૂટનો જોવા મળે છે. અને ધાંગધ્રા ખાતે નિઃશુલ્ક સાપ પકડવાની સેવા આપતા જયેશ ઝાલાએ રેસ્ક્યુ કર્યો હોવાનું ડોક્ટર પ્રતીકભાઈ દવે , હેમંતભાઈ દવે અને જયેશભાઈ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાપને ત્યારબાદ ખુલ્લા સલામત વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments