સુરેન્દ્રનગર : આમ આદમી પાર્ટીના યોજાયેલા જન સંવેદના કાર્યક્રમમાં સોશિયલ ડીસ્ટન્સના લીરા ઉડ્યા

0
1

સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસી હોલમાં આપના જનસંવેદના કાર્યક્રમમાં 150થી વધુ લોકો આપમાં જોડાયા હતા. આ હોલમાં 500થી વધુ લોકોની હાજરીથી સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસી હોલમાં આપના જનસંવેદના કાર્યક્રમમાં 150થી વધુ લોકો આપમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો વિકલ્પ આપવા કમર કસી છે. ગુજરાતનાં રાજકારણમાં પગ પેસારો કરવા હાલ આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત અંતર્ગત રાજ્યના દરેક જીલ્લાઓમાં કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસી હોલમાં સભાનું આયોજન હાથ ધરાયું હતુ. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, સુરેન્દ્રનગરના પરષોત્તમ મકવાણા, વિક્રમભાઇ દવે અને કમલેશભાઇ કોટેચા સહિતના આમ આદમી પાર્ટીના હોદેદારો સહિત વિશાળ જનમેદની હાજર રહી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ કાર્યકરોને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિતના આગેવાનો દ્વારા ટોપી અને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં 17 લોકો સ્ટેજ પર બેઠેલાઓમાંથી 13 લોકોએ તો માસ્ક પણ પહેર્યું નહોતુ. જ્યારે આ કાર્યક્રમમાં હોલમાં 500થી વધુ લોકો હાજર હોવાથી કોરોનાને ખુલ્લુ આમંત્રણ અપાતું હોય એમ સોશ્યલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here