સુરેન્દ્રનગર : છ મહિનાથી બંધ પડેલું રેલવે અંડર બ્રીજનું કામ શરૂ કરવા માંગ

0
1

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી રેલવે લાઈનના લીધે શહેર બે ભાગમાં વહેંચાઈ જતા લોકોએ અંડરબ્રીજ બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી તે છેલ્લા છ મહિનાથી બંધ હોવાથી તાત્કાલિક અંડરબ્રીજની કામગીરી શરૂ કરવા લોકોએ કરી છે. જો માંગ પૂરી નહી થાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર શહેરના મધ્યમાંથી રેલવે લાઇન પસાર થાય છે અને રેલવે લાઇન ગામ મધ્યેથી પસાર થતા ગામ પુર્વ અને પશ્ર્ચિમ બે ભાગમાં વેહેચ્ઇ જાય છે. લોકોએ અનેક વખતની રજૂઆતો બાદ રેલ્વે અંડરબ્રીજ બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ હાલ છેલ્લા છ મહિનાથી આ કામગીરી બંધ હોવાથી લોકોએ તાત્કાલિક અંડરબ્રીજ બનાવવા માંગ કરી રહ્યા છે.

લોકોને રેલવે લાઇન હોવાથી પુર્વ તરફથી પશ્ર્ચિમ તરફ જવુ હોય ત્યારે બે કિલોમીટર ફરી જવુ પડે છે. તેમજ એક તરફ અનેક હોસ્પિટલો શાળાઓ કોલેજો આવેલી હોવાથી લોકોને રોજ બે કીમી સુધી ફરીને જવુ પડે છે. જેના રિક્ષાના મોટા ભાડા ખર્ચ કરવા પડે છે અને ટાઇમ બરબાદ થાય છે.

સિનિયર સીટીજનો અને શાળા કોલેજમાં જતા વિધાર્થીઓ પણ રેલ લાઈનની લીધે હાલાકી ભોગવવી રહ્યા છે. લોકોએ અનેક રજુઆતો કરી આંદોલનો કરતાં અંલકાર ટોકીઝ નજીક પાલીકા અને રેલ તંત્રના સહયોગથી અંડરબ્રીજ બનાવવાનું મંજુર થયેલું અને કામગીરી પણ શરૂ થયેલી, પરંતુ છેલ્લા છ મહિનાથી આ કામગીરી બંધ કરતા લોકોએ અંડરબ્રીજની કામગીરી તાત્કાલિક શરૂ કરી ચોમાસા પહેલા પુર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here