સુરેન્દ્રનગર : લીંબુના ભાવ તળિયે બેસી જતા બગીચા ઉપર ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી દિધુ

0
6

લીંબુની ખેતી માટે જાણીતા હળવદ પંથકમાં આંચકા જનક સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોના કાળમાં લીંબુની જબરી ખપત હોવા છતાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં હોવાથી ખેડૂતોને લીંબુની ખેતીમાંથી રસ ઉડી ગયો છે અને છેલ્લા ત્રણ ચાર દિવસમાં મોટા – મોટા ત્રણેક બગીચા ઉપર ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી દીધા છે. સાથે જ આવનાર દિવસોમાં અન્ય ખેડૂતો પણ લીંબુના બગીચાઓ યોગ્ય ભાવ ન મળવાથી કાઢી નાખસે તેવું પણ જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના ગામોમાં મોટાભાગે બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યાં છે. તેમાં ઘણા બધા ખેડૂતોએ લીંબુના બગીચાઓ પણ કર્યા છે. પરંતુ પાછલા બે વર્ષથી એટલે કે કોરોનાકાળ જ્યાંથી ચાલુ થયો છે. ત્યારથી લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતો પર પનોતી બેઠી હોય તેમ જ્યારે લીંબુનો બજાર ભાવ સારો હોય છે. ત્યારે લીંબુ નથી હોતા અને જ્યારે લીંબુનું ઉત્પાદન થાય છે. ત્યારે યોગ્ય બજાર ભાવ મળતો નથી. જેથી આખરે ખેડૂતો લીંબુના બગીચાઓ પર ટ્રેક્ટર ફેરવી દેવા મજબૂર બન્યા છે.

હળવદ તાલુકાના નવાગામ માથક ગામે રહેતા વનરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી લીંબુનો યોગ્ય ભાવ મળતો નથી. જેથી ખર્ચ પણ માથે પડે છે. અહીંના લીંબુ છેક દિલ્હી સુધી મોકલીએ તો પણ યોગ્ય ભાવ મળતો નથી. હાલ એક કિલો લિંબુના માત્ર પાંચ રૂપિયા જેટલો જ ભાવ મળે છે. સાથે છેલ્લા બે વર્ષથી લીંબુમાં યોગ્ય આવક મળી નથી. જેના કારણે નાછૂટકે લીંબુના બગીચાઓ કાઢવા ખેડૂતો મજબૂર બન્યા છે. મારે 25 વીઘાનો લીંબુનો બગીચો હતો. જેમાં અગાઉ પાંચ વીઘામાંથી લીંબડી કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે કાલે પણ વધુ 12 વીઘામાંથી લીંબુના ઝાડને કાઢવામાં આવ્યા છે. અન્ય પણ બે જેટલા ખેડૂતોએ લીંબુનો બગીચો કાઢ્યો હોવાનું અમારા ધ્યાને આવ્યું હોવાનું જણાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here