સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરલા ગામની સરલા જુથ સેવા સહકારી મંડળીના નવ હોદ્દેદારો સામે રૂપિયા 1 કરોડ 10 લાખથી વધુની ઉચાપતની ફરીયાદ નોંધાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુ પટેલ સહિત નવ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. જેમાં વર્ષ 2008થી 2015 દરમિયાન મંડળીના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્ય સહીતના નવ હોદ્દેદારો સામે ફરીયાદ નોંધાઈ છે.
સરલા ગામની સરલા જૂથ સેવા સહકારી મંડળીમાં ઉચાપાત સામે આવી હતી. જેમાં આ મંડળીના સભાસદ ખેડૂતો દ્વારા ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યાં હતા. જેથી અંતે હાઇકોર્ટના આદેશ બાદ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે. જેમાં ખેડૂતોને લોન પેટે રૂપિયા આપવાના બદલે હોદ્દેદારોએ અંગત ઉપયોગ માટે રૂપિયા વાપરી 1 કરોડ 10 લાખની ખોટ બતાવી રૂપિયા ખાઇ જવાનો કારસો રચ્યો હતો. કુલ રૂપિયા 1,10,70,531ની ઉચાપત અંગેની ફરીયાદ નોંધી મુળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના નામ
1-બચુભાઇ આર પટેલ,
2-હરેક્રુષ્ણભાઇ બી.પટેલ
3-રાયચંદભાઇ ગાંડાભાઇ જાગાણી
4-મનહરલાલ આધેવજીભાઇ
5-કાંતીલાલ ધરમશીભાઇ
6-માવસંગભાઇ ડાયાભાઇ
7-હસુભાઇ કાનજીભાઇ
8-પરેશભાઇ ગોરધનભાઇ
9-ઘનશ્યામભાઈ ખીમજીભાઇ