Monday, December 5, 2022
Homeગુજરાતસુરેન્દ્રનગર : 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી કિશોરીનું દિલધડક રેસ્ક્યૂ

સુરેન્દ્રનગર : 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી કિશોરીનું દિલધડક રેસ્ક્યૂ

- Advertisement -

ધ્રાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે 12 વર્ષીય બાળકી રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી પડી ગઈ હતી. અનિરુદ્ધભાઈ અરજણભાઈની વાડીએ મામાનીવાળી વાડીએ બોરની અંદર 60 ફૂટે મનીષા નામની બાળકી પડી ગઈ છે.  મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેમજ 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આર્મીની બે ટીમ કિશોરીને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી અને દિલધડક રેસ્ક્યૂ કરીને બાળકીને બચાવી લેવામાં આવી છે. સેનાની બે ટૂકડી દ્વારા કિશોરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. અત્યાધુનિક સાધનો સાથે કિશોરીને બહાર કાડવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જલ્પાબેન દ્વારા મહિત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી. ચાર કલાકની ભારે જહેમત પછી બાલખીને બહાર કાઢવામાં આવી છે. બોરમાં પડી ગયેલી બાળકીને માથા અને હાથના ભાગે ઇજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે, મામલતદાર અને આખી ટીમ પહોંચી ગઈ છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી રહી છે. જે રેસ્ક્યૂ માટે એક્સપર્ટ છે. આરોગ્યની ટીમ પણ ત્યાં હાજર છે. હજુ બે મહિના પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢયું હતું. ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. તે રમતાં રમતાં બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular