Sunday, February 16, 2025
Homeસુરેન્દ્રનગર : ‘હું રાજપૂત છું કોઇ જેલ મને કેદ નહી કરી...
Array

સુરેન્દ્રનગર : ‘હું રાજપૂત છું કોઇ જેલ મને કેદ નહી કરી શકે’, વિર જવાન હરીસિહ રાણાના શબ્દો

- Advertisement -

સુરેન્દ્રનગર: હું ઝાલા રાજપુત છું ત્યાગ, વિરતા અને બલીદાન તે મારા લોહીમાં છે. દુનિયાની કોઇ એવી જેલ નથી જે મને કેદ કરી શકે. આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના વણા ગામના વતની અને ભારતીય વાયુદળમાં ફ્લાઇટ લેફટનન્ટ તરીકે ફરજ બજાવી ચુકેલા હરીસિહ રાણાના. 1971ના યુધ્ધમાં પાકિસ્તાનમાં બોમ્બમારો કરી પકડાયા બાદ પાકિસ્તાનની જેલમાંથી ભાગી અફઘાનીસ્તાન પાસે પકડાયા બાદ જીનીવા કરારમાં પાકિસ્તાનની જેલમાંથી છુટી વતન પરત આવનાર ત્રણ જાંબાઝ જવાનોના જીવન પરથી ફિલ્મ બની ધ ગ્રેટ ઇન્ડીયન એસ્કેપ, ખુલે આસમાન કી ઓર.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા વણા ગામના હરિસિંહ રામચંદ્રસિંહજી રાણા ભારતીય વાયુદળમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 1971માં પાકિસ્તાન સામે ફાટી નીકળેલા યુધ્ધમાં તેઓએ તેમના મિત્રો દિલીપ પારૂલકર અને મલવિંદરસિંહ ગ્રેવાલ સાથે ફાઇટર પ્લેન લઇ દુશ્મન દેશ પર હુમલો કર્યો હતો અને દુશ્મનોની ધરતી પર બોમ્બમારો કરતા સમયે દુશ્મનોના વળતા હુમલામાં તેમના પ્લેન ક્રેશ થઇ જતાં ત્રણેય વીરજવાનોને પાકિસ્તાને કેદ કરી લીધા હતા. જ્યાં હરીસિંહે સૌ પ્રથમ હુંકાર કર્યો હતો કે હું ઝાલા રાજપુત છુ ત્યાગ, વિરતા અને બલીદાન મારા લોહીમાં છે દુનિયાની કોઇ જેલ મને કેદ નહીં કરી શકે. અને થોડા સમયમાં જ રાવલપીંડીની જેલના બેરેકમાંથી ચમચી, સ્ક્રુ ડ્રાઇવર જેવા સાધનો વડે સુરંગ ખોદી 13 ઓગષ્ટના રોજ 3 મિત્રો જેલમાંથી નાસી છુટ્યા હતા. આ ત્રણેય મિત્રોની બહાદુરી પર બનેલી ફિલ્મ એટલે ધ ગ્રેટ ઇન્ડીયન એસ્કેપ, ખુલે આસમાન કી ઓર. આ ફિલ્મનો સુરેન્દ્રનગરમાં આવેલા થીયેટરમાં સ્પેશ્યલ શો યોજવામાં આવ્યો જેમાં ક્ષત્રીય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular