Saturday, September 25, 2021
Homeસુરેન્દ્રનગર : ઝીંઝુવાડામાં જમીન પર કદાપી પગ ન મૂકતા હરિયલ પક્ષીનું મોટું...
Array

સુરેન્દ્રનગર : ઝીંઝુવાડામાં જમીન પર કદાપી પગ ન મૂકતા હરિયલ પક્ષીનું મોટું ઝુંડ એક વૃક્ષ પર જોવા મળ્યું

 

સુરેન્દ્રનગર જીલ્લાના રણકાંઠા વિસ્તારમાં દર વર્ષે હજારો નયનરમ્ય વિદેશી પક્ષીઓ રણમાં મહાલવા આવે છે. જેમાં આ વર્ષે જમીન પર કદાપી પગ ન મૂકતા હરિયલ પક્ષીઓનું મોટું ઝુંડ ઝીંઝુવાડાના ઝાડ પર જોવા મળતા પક્ષી પ્રેમીઓ ઝુમી ઉઠ્યા હતા. આ અંગેની જાણ અભયારણ્ય વિભાગની ટીમ પણ કરવામાં આવી હતી.

ભારત દેશમાં વિવિધ પક્ષીઓની કુલ 1295 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. જે પૈકી 479 જેટલી પ્રજાતિઓ તો ગુજરાતમાં જ નોંધાયેલી છે. જેમાં માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ, સુરખાબ અને ફ્લેમીંગો સહિતના પક્ષીઓ શિયાળો ગાળવા દર વર્ષે આવે છે.

જેમાં આ વર્ષે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામના એક ઝાડ પર આછા લીલા અને પીળા કલરના દુર્લભ હરિયલ પક્ષીઓના ઝુંડની અનોખી વસાહત જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. આ દુર્લભ હરિયલ પક્ષીના પગ અને ડોક આછા પીળા કલરના અને બાકીનો ભાગ આછા લીલા કલરનો હોય છે. આ પક્ષીઓ વિશે ગુજરાત રાજ્યના વન વિભાગ, ગાંધીનગરથી પ્રાપ્ત વિગત અનુસાર આ હરિયલ પક્ષી જમીન પર કદાપી પગ મુકતા નથી અને તેઓ વૃક્ષોની ટોચ પર જ રહેવાનું પસંદ કરે છે. આ પક્ષીની લંબાઇ 33 સે.મી.ની હોય છે અને આ દુર્લભ હરિયલ પક્ષીની ગણતરી કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓની મલાતમાં થાય છે.

વેરાન રણ વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન 

અગાઉ પણ દસાડા પાસેના એક ખેતરમાં ખુબ જ દુર્લભ રશિયન સોશીયેબલ પક્ષીનું ઝુંડ જોવા મળ્યું હતુ. જ્યારે વણા પાસેના ઝાડ પર દુર્લભ હરિયલ પક્ષીઓનું ઝુંડ જોવા મળ્યાની બાતમી મળતા ફોરેસ્ટર સહિતના સ્ટાફને ઘટના સ્થળે ખરાઇ કરવા મોકલતા ત્યાં દુર્લભ હરિયલ પક્ષીઓનું ઝુંડ ઝાડ પર જોવા મળ્યું હતુ. આ હરીયલ પક્ષી જમીન પર કદાપી પગ મુકતુ નથી અને હમેંશા ઝાડ પર રહેવાનું જ પસંદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments