Wednesday, September 28, 2022
Homeગુજરાતસુરેન્દ્રનગર : નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરી કરનારા શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર : નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરી કરનારા શખ્સો ઝડપાયા

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી અનેક ગામોમાં વિદેશી દારૂ પસાર થતો હોવાની અને સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દરરોજ દારૂની હેરાફેરીથી અને દારૂ ઝડપાતો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર સાયલાના સુદામડા નેશનલ હાઈવે ઉપર આવેલા થોરિયાળી પાસે રાજકોટનો એક વ્યક્તિ દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસે આરોપી પાસેથી વેગેનાર ગાડી, 64 નંગ વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂ. 96 હજાર 100નો મુદ્દામાલ સાયલા પોલીસે જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકો અને નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂઓની બેફામ રીતે હેરાફેરી થઈ રહી હોવાનું હાલમા પુરવાર થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોજ-બરોજ સુરેન્દ્રનગર નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા ગામની પાસે આવેલા સુદામડા ગામના પાટીયા પાસે વિદેશી દારૂ ભરેલી વેગેનાર કાર ઝડપાઈ છે.

હાલમાં દારૂની હેરાફેરીમાં રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની પાસે રહેતો આકાશ બસેરા નામનો વ્યક્તિ ઝડપાઈ ગયો છે. ત્યારે તપાસ કરતા આ વ્યક્તિ રામજીભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા બાદ પોતે વિદેશી દારૂની હેરાફેરીમાં જોડાયો હોવાનું સાયલા પોલીસને જાણવા મળ્યું છે. આ વ્યક્તિને વેગેનાર કારમાં 64 નંગ દારૂની બોટલો રૂ. 25 હજાર 600ની કિંમત તેમજ રૂ. 70 હજાર વેગનારની કિંમત અને મોબાઈલ મળી કુલ રૂ. 96 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જોરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દેશી દારૂ સાથે રીક્ષા અંગે બાતમી મળી હતી. આથી સુરેન્દ્રનગર મુળી રોડ પર વોચ ગોઠવી દેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતા. તેમની પાસેથી 515 લીટર દેશી દારૂ, રીક્ષા, બાઇક સહિત કુલ રૂ.81 હજાર 300નો મુદામાલ જપ્ત કરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular