Tuesday, January 31, 2023
Homeગુજરાતસુરેન્દ્રનગર : સજા કાપી રહેલા 2 કેદી પાસેથી મોબાઈલ ફોન અને ચાર્જર...

સુરેન્દ્રનગર : સજા કાપી રહેલા 2 કેદી પાસેથી મોબાઈલ ફોન અને ચાર્જર મળ્યા

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા સબજેલ ફરી ચર્ચામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા સબજેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવતા ચકચાર મચી છે. DYSP સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જેલમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન છ નંબરની બેરેકમાંથી મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

ધ્રાંગધ્રા સબજેલમાં ચેકિંગ દરમિયાન છ નંબરની બેરેકમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી ગયો છે. સબજેલમાં હત્યા કેસના ગુનામાં સજા કાપી રહેલા 2 આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

આ અંગે પોલીસ વિભાગ દ્વારા જેલ પ્રિઝન એક્ટ અનુસાર ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા સબજેલમાં નાણા પડાવી અને તમામ પ્રકારની સવલતો આરોપીઓને આપવામાં આવતી હોવાની શંકા પોલીસ બેડા દ્વારા સેવવામાં આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા સબજેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવતા ચકચાર મચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular