ભાવનગર શહેરમાં જીવલેણ હુમલો, મારામારી, દારૂ, હથિયાર સહિત નવ જેટલા ગુના આચરી પાસા હુકમ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલો ગુનેગાર મોરબીથી ઝડપાયો છે. એલસીબી પોલીસે મોરબીના પચીસ વારિયામાંથી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના બોરતળાવ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મારામારી, જીવલેણ હુમલો, હથિયાર, દારૂ સહિતના નવ-નવ ગુના આચરનારા હનીફ અવેશ કટિયા નામના શખ્સ વિરુદ્ધ ભાવનગર પોલીસે પાસા વોરંટ ઇશ્યુ કરતા છેલ્લા એક વર્ષથી આ આરોપી નાસતો ફરતો હતો. ત્યારે ભાવનગરનો હનીફ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અહીંના 25 વારીયા વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઈ ભાવનગર પોલીસને સોંપી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર. ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, રામભાઈ મંઢ, ચંદુભાઈ કણોતરા, નિરવભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કો.ભરતભાઇ જિલરીયા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, રવિરાજસિંહ ઝાલા, વિક્રમભાઈ ફુગશિયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સંજયભાઈ રાઠોડ તેમજ રણવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.