મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ઢુવા નજીક માટેલીયા વોકળામાં ડૂબી જતાં ઓરિસ્સાના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વાંકાનેર પોલિસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલી કલાસીક સીરામીક ફેકટરીમાં કામ કરતો અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના રાજાબસા સાલબની ગામના રહેવાસી ઇશ્વર લક્ષ્મણ હેમ્બરામ નામનાં શ્રમિકનું ઢુવા મીલીનીયમ સીરામીક પાછળ માટેલીયા વોંકળામાં કોઈ કારણોસર ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતુ. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા આદિવાસી ખેત શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.