Wednesday, October 20, 2021
Homeગુજરાતસુરેન્દ્રનગર : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતમના નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે...

સુરેન્દ્રનગર : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતમના નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

 

સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાતમના નોરતે પણ ખેલૈયાઓ આખી રાત ઢોલના તાલે “ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હિંચ લેવી છે” અને “પંખીડા રે ઉડીને જાજે પાવાગઢ રે”ના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગરબીની માંડવીમાં માતાજીના શણગારની સાથે અવનવી ઝાંખીઓનો અનેરો ક્રેઝ છે. યુવાધન અને આબાલ વૃદ્ધથી લઇને સૌ કોઇએ ગરબાની સાથે હિંચ, ભાંગડા, સનેડો અને મુંબઇથી ગાડી આવી રે, ઓ દરીયાલાલાના તાલે અવનવા સ્ટેપ સાથે ગરબાના તાલે ઝુમ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની દરેક માંડવીઓમાં આરતીના સમયે પણ શ્રદ્ધાળુઓએ આસ્થાભેર દર્શનનો લાભ લીધો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments