સુરેન્દ્રનગર : કોરોના સંક્રમિત દર્દીનો મૃતદેહ છકડામાં લઈ જવાયો

0
0

હાલમાં કોરોનાના કપરા કાળમાં અવારનવાર એવાં કરુણ દૃશ્યો સામે આવે છે. જાણે કુદરત પણ રૂઠી હોય એવાં કરુણાસભર દૃશ્યોથી કાળજું પણ કંપી ઊઠે છે, જેમ‌ાં ચૂડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જેમાં ચૂડાના ગોખરવાડા ગામના કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત બાદ મૃતદેહને છકડામાં લઈ જવાનો વારો આવ્યો હતો.

દર્દીઓનાં સગાં-વહાલાં મોડી રાત્રે કલેક્ટરના બંગલે ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દીઓ ખુરશીમાં કે બાકડા પર ઓક્સિજન બાટલા ચઢાવતા નજરે પડ્યા હતા. જ્યારે બીજી બાજુ હોમ આઇસોલેશનના કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની સુવિધાઓ ન મળતાં કોરોના પોઝિટિવ દર્દીઓ મોતના મુખમાં ધકેલાવાની દહેશતના પગલે કોરોના પોઝિટિવ દર્દીઓનાં સગાં-વહાલાં મોડી રાત્રે કલેક્ટરના બંગલે ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો.

ચૂડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો અભાવ
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતેથી મોતના મલાજો ના જાળવ્યાની એક ખોફનાક તસવીર સામે આવી હતી. એમ‌ાં ચૂડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

મોત બાદ મૃતદેહને છકડામાં લઈ જવાનો વારો આવ્યો
જેમાં ચૂડાના ગોખરવાડા ગામના કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત બાદ મૃતદેહને છકડામાં લઈ જવાનો વારો આવ્યો હતો. લીંબડી પંથકમાં સરકારી તેમજ ખાનગી એમ્બ્યુલન્સ કોરોના મહામારી દરમિયાન વ્યસ્ત હોઈ દર્દીનાં પરિવારજનોને હાલાકી પડતાં રોષની લાગણી ફેલાવા પામી હતી. બાદમાં ચૂડાના ગોખરવાડાનાં ગ્રામજનોએ મૃતકની અંતિમવિધિ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here