15 વર્ષમાં હિમાલયની ઊંચાઈમાં આશ્ચર્યજનક વધારો, ચીન અને નેપાળે નવી ઊંચાઈ કરી જાહેર

0
6

દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈને લઇને હવે વિવાદ ખત્મ થઈ ગયો છે. ચીન અને નેપાળે સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ હવે 8848.86 મીટર છે. એવરેસ્ટની ઊંચાઈની જાહેરાત નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સંયુક્ત રીતે કરી. આ રીતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો છે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં બદલાવ

નેપાળમાં 2015માં આવેલા વિનાશક ભૂકંપ બાદ એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં બદલાવ થયો છે. હવે તાજા માપ બાદ આ વિવાદનો અંત થઈ ગયો છે. એવરેસ્ટની ઊંચાઈના વિવાદને ખત્મ કરવા માટે ચીને ગત દિવસોમાં 30 સભ્યોના સર્વેક્ષણ દળને રવાના કર્યું હતુ. આ ચીની દળ માઉન્ટ ચોમોલુંગમા બેઝ કેમ્પથી એવરેસ્ટ પર ચઢાઈ માટે રવાના થયું હતુ. એવરેસ્ટના શિખર પર પહોંચીને આ દળે ગ્લોબલ સેટેલાઇટ સિસ્ટમની મદદથી વિશ્વના આ સૌથી ઊંચા શિખરને માપ્યું હતુ.

ચીને અત્યાર સુધી 6 વાર એવરેસ્ટની ઊંચાઈ માપી છે

એવરેસ્ટ પર ચઢાઈ કરનારા આ દળમાં પ્રોફેશનલ પર્વતારોહક અને ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયના સર્વેક્ષક સામેલ હતા. આ સર્વે દળે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ અને ગ્રેવીમીટરની મદદથી એવરેસ્ટની ઊંચાઈ માપી. આ સર્વે દળ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચોમોલુંગમા બેઝ કેમ્પ પહોંચી ગયું હતુ. વર્ષ 1949માં પોતાની સ્થાપના બાદ ચીનના સર્વેક્ષણ દળે અત્યાર સુધી 6 વાર એવરેસ્ટ પર ચઢાઈ કરી છે અને ઊંચાઈ માપી છે.

હિમાલયની ટોચ પર પણ 5Gનો ઉપયોગ કરી શકાશે

ચીને વર્ષ 1975 અને 2005માં એવરેસ્ટની ઊંચાઈ જાહેર કરી હતી. વર્ષ 1975માં એવરેસ્ટની ઊંચાઈ 8,848.13 મીટર અને વર્ષ 2005માં 8,844.43 મીટર હતી. ચીન તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પર્વતારોહક પણ હવે આના શિખર પર પહોંચીને ઝડપી ગતિવાળી 5G દૂરસંચાર સેવાનો ઉપયોગ કરી શકશે. હિમાલય ક્ષેત્રમાં દુનિયાના સૌથી ઊંચા બેઝ સ્ટેશને સંચાલન શરૂ કર્યું છે. ચીનની દિગ્ગજ દૂરસંચાર કંપની ચાઇના મોબાઇલ અનુસાર આ બેઝ સ્ટેશન 6,500 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here