દહેગામ : હરસોલી ગામે આવેલા મેશ્વો નદીમાં પાણી હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આજુબાજુના ગ્રામજનો.

0
22

મેશ્વો નદીમાં પાણી હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે 15 ગામોના ગ્રામજનો.
સરપંચોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી.
નોકરી-ધંધા ઉપર જતી વખતે ગ્રામજનોને કરવો પડે છે ભારે હાલાકીનો સામનો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી થી બારડોલી જવાનો મુખ્ય માર્ગો પર વચ્ચે મેશ્વો નદી હોવાથી હાલમાં મેશ્વા નદીમાં પાણી હોવાથી લોકો એક ગામથી બીજે ગામ જઈ શકતા નથી અને આ રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા સાથે સંકળાયેલો છે. તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના પેટમાં પાણી હલતું નથી આજુબાજુના ગ્રામજનોની વારંવાર રજૂઆતો હોવા છતાં કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી.

 

 

હાલમાં હરસોલી બારડોલી ગમીજ કોદરાલી ચામલા ડેમાલીયા પસુનીયા કોદરાલી કોઠી ચતુરપુરા શિયાપુરા જેવા ગામોના ગ્રામજનો તથા આ વિસ્તારના સરપંચોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તેમની રજૂઆતો ને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. કારણકે આ વિસ્તારના લોકોને દહેગામ જવામાટે 20 કિલોમીટર અવળા માર્ગે જવાનું હોવાથી ડબલ ભાડા અને વધારે સમય બગડે છે. તેથી આ વિસ્તારની જનતા પારાવાર પરેશાનીનો સામનો કરી રહી છે. તેમ છતાં આ વિસ્તારના ગ્રામજનોની સમસ્યાનું સમાધાન થતું નથી. તેથી આની સીધી અસર આવનારી ચૂંટણી ઉપર જરૂર દેખાશે એવું આ વિસ્તારના ગ્રામજનો જણાવી રહ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર