Tuesday, March 25, 2025
HomeદેશUP : ડ્રોન, 250 CCTVથી દેખરેખ, મસ્જિદ પર ઢંકાશે તાડપત્રી... હોળીએ સંભલમાં...

UP : ડ્રોન, 250 CCTVથી દેખરેખ, મસ્જિદ પર ઢંકાશે તાડપત્રી… હોળીએ સંભલમાં થ્રી લેયર સુરક્ષા

- Advertisement -

ઉત્તરપ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં છે. હોળી પહેલા સંભલમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. સંભલમાં પોસ્ટેડ સીઈઓ અનુજ ચૌધરીએ એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ શરૂ થયો હતો. હવે સંભલ જિલ્લા અધિકારી રાજેન્દ્ર પેંસિયાએ હોળી દરમિયાન નીકળતી યાત્રા માટે વહીવટી તંત્રની તૈયારીઓ વિષે માહિતી આપી છે.

રાજેન્દ્ર પેંસિયાએ કહ્યું કે હોળી પર સંભલમાં 3 સ્તરીય સુરક્ષા તહેનાત કરવામાં આવશે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, ‘હવે જ્યારે રમઝાન અને હોળી એક સાથે છે, ત્યારે સંભલમાં 29 સેક્ટર અને 6 ઝોન બનાવાયા છે. કોઈ અશાંતિ ન ફેલાય તે માટે થ્રી-લેયર સિક્યુરિટી સિસ્ટમ લગાવાઈ છે.’

સંભલ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, ‘250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને નગરપાલિકાની મદદથી દરેક તહેવાર પર 150 જેટલા વધારાના કેમેરા લગાવવામાં આવે છે. ડ્રોન વડે એક વખત સર્વેઇલન્સ કરવામાં આવ્યું છે અને વધુ એક વખત કરવામાં આવશે. આ ઉપરાંત ડીઆઈજીના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી છે.’

સુરક્ષા વ્યવસ્થા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, ‘અમે દરેક વિસ્તાર અને ગામમાં શાંતિ સમિતિની બેઠકો અને જિલ્લા સ્તરે બે સમિતિની બેઠકો યોજી છે. તેમજ અમે 27 ક્વિક રિસ્પોન્સ ટીમો પણ બનાવી છે. સંભલમાં, મુસ્લિમ પક્ષે હોળી દરમિયાન નીકળતી યાત્રાના માર્ગમાં આવતી લગભગ 10 મસ્જિદોને તાડપત્રથી ઢાંકી દેવાનો નિર્ણય કર્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાને લઈને ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે.

સંભલના એસ.પી. કે. કે. બિશ્નોઈએ કહ્યું કે, ‘ધાર્મિક સ્થળોને પરસ્પર સહમતિથી આવરી લેવામાં આવશે. હિન્દુ સમુદાયે બપોરે 2.30 વાગ્યા સુધી હોળી રમશે. આ પછી મુસ્લિમ પક્ષ નમાઝ અદા કરશે. હોળી નિમિત્તે નીકળેલી ચતુર્ભુજની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શોભાયાત્રાના રૂટ દરમિયાન આવતી તમામ મસ્જિદોને આવરી લેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular