સર્વેમાં થયો ખુલાસો : દેશમાં 67.6 ટકા લોકોમાં કોરોના વિરૂધ્ધ મળી એન્ટિબોડીઝ

0
0

આરોગ્ય મંત્રાલયએ મંગળવારે જણાવ્યું કે દેશભરમાં કરાયેલા સીરોલોજિકલ સર્વેમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે, જેનો મતલબ છે કે આટલો લોકો પહેલા સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે, અને તેનાં શરીરમાં કોવિડ-19 વાયરસની વિરૂધ્ધ એન્ટિબોડી વિકસિત થઇ ચુકી છે, દેશમાં આ સર્વે જુન-જુલાઇમાં કરાવવામાં આવ્યો છે.

ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સીરો સર્વેના ચોથા તબક્કામાં 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં જૂન-જુલાઈમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 6-17 વર્ષની વય જૂથનાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. તેમણે જણાવ્યું કે સર્વેક્ષણમાં સામેલ કરાયેલા 85 ટકા આરોગ્ય કર્મચારીઓમાં સાર્સ-સીઓવી-2 સામે એન્ટિબોડીઝ હોવાનું જણાયું છે, જ્યારે 10 ટકા આરોગ્ય કર્મચારીઓને હજી રસી આપવામાં આવી નથી.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વસ્તીના ત્રીજા ભાગમાં સાર્સ-સીકોવી-2 એન્ટિબોડીઝ મળી નથી, એટલે કે લગભગ 40 કરોડ લોકોને હજી પણ કોરોના વાયરસનાં સંક્રમણનું જોખમ છે. કોરોના કેસને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરીને ટાળવાની અને સંપૂર્ણ રસીકરણ પછી જ મુસાફરી કરવા જણાવ્યું છે. ICMRએ કહ્યું કે બાળકો વાયરસના ચેપનો વધુ સારી રીતે સામનો કરી શકે છે; પ્રાથમિક શાળાઓને પહેલા ખોલવાનું વિચારવું યોગ્ય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here