ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુ સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ બન્યા

0
1

ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી સૂર્યપ્રકાશ રાજુને સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ નિમવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચનારા તેઓ ચોથા ગુજરાતી છે. અગાઉ કિરીટ રાવલ, હરીન રાવલ અને તુષાર મહેતા પણ આ પોસ્ટ પર પહોંચ્યા હતાં.