Friday, August 6, 2021
Homeસુશાંત કેસ: બિહારના પોલીસ અધિકારીને કવોરન્ટાઈન કરાતાં નીતિશ નારાજ
Array

સુશાંત કેસ: બિહારના પોલીસ અધિકારીને કવોરન્ટાઈન કરાતાં નીતિશ નારાજ

મુંબઈ તા.3
એકટર સુશાંતસિંહ મૃત્યુ કેસ દરરોજ અવનવા રંગ ધારણ કરતો જાય છે. પટના મર્હુમ અભિનેતાના પિતાએ એફઆઈઆર નોંધાવ્યા પછી બિહાર પોલીસ પણ કેસની તપાસ માટે મુંબઈમાં છે. પોલીસ ટીમના વડા આઈપીએસ અધિકારી વિનય તિવારીને મુંબઈ પોલીસે કોરોના માટે કવોરન્ટાઈન કરતાં આ મામલે સામસામે આવી ગયેલા મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચેની લડાઈ વધુ ઘેરી બની છે.

બિહારના ડીજીપી ગુપ્તેશ્ર્વર પાંડેયએ બળજબરીથી તિવારીને કવોરન્ટાઈન કરાયા બાદ મુખ્યપ્રધાન નીતિશકુમારે જણાવ્યું હતું કે તેમની સાથે જે કંઈ બન્યું એ યોગ્ય નથી. આ રાજકીય નથી, પણ બિહાર પોલીસની કાનુની જવાબદારી છે, અને તે પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજી બાજુ, બિહાર વિધાનસભામાં આરજેડી નેતા તેજસ્વી યાદવે વિધાનસભામાં કેસની તપાસ સીબીઆઈને સોંપવા માંગણી કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments