સુશાંત મૃત્યુ કેસમાં તપાસ:NCBની ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલુ, વકીલે કહ્યું- રિયા ધરપકડ માટે તૈયાર છે, પ્રેમ કરવો ગુનો છે તો તે તેની સજા ભોગવશે

0
5
ઘણીવાર CBI રિયાની પૂછપરછ કરી ચૂકી છે-ફાઈલ ફોટો
 • NCB શોવિકને રિયાની સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે
 • CBI અને એમ્સની ટીમે શનિવારે સુશાંતનાં ઘરે જઈને દોઢ કલાક વીડિયોગ્રાફી કરી હતી
ઘણીવાર CBI રિયાની પૂછપરછ કરી ચૂકી છે-ફાઈલ ફોટો

સીએન 24 સમાચાર

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રવિવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ રિયા ચક્રવર્તીનાં ઘરે જઈને સમન્સ મોકલ્યું હતું. ડ્રગ્સ મામલે આજે તેની પૂછપરછ થઈ રહી છે. NCB સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી છે. અત્યાર સુધી 6 લોકો સુશાંતનો હેલ્પર દીપેશ સાવંત, અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને અબ્બાસ લખાણીની ધરપકડ થઇ ચૂકી છે. કૈઝન ઇબ્રાહિમની પણ ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા.

રિયાના વકીલે કહ્યું, પ્રેમ કરવો ગુનો છે તો તેની સજા ભોગવશે
રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું, ‘રિયા ધરપકડ માટે તૈયાર છે. જો કોઈને પ્રેમ કરવો ગુનો છે તો તે પ્રેમનું પરિણામ ભોગવશે. તે નિર્દોષ છે અને આથી જ તેણે બિહાર પોલીસ, CBI, ED તથા NCBનો સામનો કર્યો પરંતુ તે ક્યારેય આગોતરા જામીન માટે કોઈ પણ કોર્ટમાં ગઈ નથી.’

અપડેટ્સ

 • રિયાએ આજ સવારે 11 વાગે NCBની ઓફિસ હાજર થવાનું હતું પરંતુ તે 12 વાગ્યા પછી હાજર થઈ હતી. મુંબઈ NCBના ચીફ સમીર વાનખેડે તથા કેપીએસ મલ્હોત્રા સહિત કુલ પાંચ અધિકારીઓ રિયાની પૂછપરછ કરી રહ્યા છે, આમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે.
 • રિયાનું નિવેદન લખવામાં પણ આવે છે અને રેકોર્ડ પણ કરવામાં આવી રહ્યું છે.
 • NCB સૂત્રોના હવાલેથી મીડિયા હાઉસમાં ચર્ચાઈ રહ્યું છે કે ક્રોસ એક્ઝામિનેશન પર રિયાની ધરપકડ આધારિત છે. આજે આખો દિવસ રિયાની પૂછપરછ કરવામાં આવશે.
 • દીપેશ સાવંત 9 સપ્ટેમ્બર સુધી NCBના રિમાન્ડ પર રહેશે. કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
 • બીજી બાજુ CBI આજે (રવિવાર, છ સપ્ટેમ્બર) જયા સાહા તથા શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહી છે. બંને DRDO ગેસ્ટ હાઉસમાં છે.
 • NCBના ડેપ્યુટી ડિરેક્ટર અમિત ફક્કડ ઘાવતે મીડિયાએ કહ્યું હતું, તે (રિયા) અહીંયા આવશે. માત્ર ક્રોસ ક્વેશ્ચનિંગ કરવામાં આવશે અને બીજું કંઈ નથી. જે કંઈ સામે આવશે તે તમને કહેવામાં આવશે.
 • શોવિક-સેમ્યુઅલ મિરાન્ડા તથા દીપેશને પણ NCBની ઓફિસ લાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે રિયાને સામે બેસાડીને આ ચારેયની પૂછપરછ કરવામાં આવશે.
 • ડ્રગ્સ મામલે દીપેશ મુખ્ય સાક્ષી બનશે. આજે તેની સાક્ષી બનવાની પ્રોસેસ પૂરી કરવામાં આવશે. NCB શોવિકને રિયાની સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.
 • દીપેશને કોર્ટ લઈ જતા પહેલાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
 • અબ્દુલ બાસિત અને દીપેશ સાવંતને કોર્ટ લઇ જવામાં આવશે.
NCBની ટીમ રિયા ચક્રવર્તીનાં ઘરે પહોંચી

રિયાના ઘરની બહાર પોલીસ સુરક્ષા
રિયા ચક્રવર્તીના ઘરની બહાર મુંબઈ પોલીસની ત્રણ ગાડીઓ ઊભી હતી. રિયાની સોસાયટીમાં પોલીસ સિવાય કોઈની પણ ગાડી લઈ જવાની પરવાનગી નહોતી. રિયાના ઘરની બહાર 8 પોલીસ કર્મીઓ હાજર હતા, જેમાં બે મહિલા પોલીસ હતી.

દીપેશને કોર્ટમાં લઈ જતા પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

તો બીજી તરફ NCBએ શોવિકને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી દીધો છે. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. NCBએ તો 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 4 દિવસ જ આપ્યા.

NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, કોર્ટમાં જમા કરેલા રિમાન્ડ પેપર પુરાવાને આધારે હતા. માત્ર બોલિવૂડ જ અમારો ટાર્ગેટ નથી, જે પણ ડ્રગ્સની ખરીદી-વેચાણમાં સામેલ હશે તેની પર કાર્યવાહી કરશું.

CBI અને એમ્સની ટીમ શનિવારે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાં દોઢ કલાક વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યાં સુશાંતની બહેન મિતુ સિંહ પણ હાજર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here