સુશાંત સિંહ મોત મામલો: EDની પૂરપરછમાં રિયાએ કર્યો ખુલાસો, અંકિતા માટે ખરીદ્યો હતો આલિશાન બંગલો

0
3

સુશાંત સિહ રાજપૂત મોત મામલે એક્ટરના પિતાએ બિહારમાં દાખલ કરેલા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતના પિતાએ તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર એક્ટરને માનસિક રીતે પ્રતાડિત કરવા અને તેના રૂપિયા હડપી લેવા જેવા અનેક આરોપો લગાવ્યા છે. જે બાદ ઈડીએ રિયા ચક્રવર્તી પર મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો હતો અને એક્ટ્રેસ, તેના ભાઈ, પિતા અને સુશાંત સિંહ રાજપૂતના મેનેજર શ્રૃતિ મોદી સાથે પણ પૂછપરછ કરી હતી. આ મામલાની તપાસ દરમિયાન ઈડીને જાણવા મળ્યુ છે કે, એક્ટરે મલાડમાં એક 4.5 કરોડની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. જેનો ઈંસ્ટોલમેન્ટ તે ભરી રહ્યો હતો.

એક્ટરના મલાડ સ્થિત આ ફ્લેટને લઈ કહેવાય છે કે, આ એ જ ફ્લેટ છે. જેમાં તેની એક્સ ગર્લ ફ્રેન્ડ અને એક્ટ્રેસ અંકિતા લોખંડે રહેતી હતી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એક્ટરે આ ફ્લેટ અંકિતા લોખંડે માટે ખરીદ્યો હતો. રિયા ચક્રવર્તીએ ઈડી સાથેની પૂછપરછમાં જણાવ્યુ હતું કે, સુશાંતના આ ફ્લેટમાં અંકિતા રહેતી હતી. સુશાંત ઈચ્છવા છતાં પણ અંકિતાને ફ્લેટ ખાલી કરવા કહી શકતો નહોતો. જો કે, તેના આ ફ્લેટના હપ્તા પણ સુશાંત ભરી રહ્યો હતો.