સુશાંતસિંહ રાજપૂત કેસ: સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસ સામે કર્યો વિરોધ

0
5

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.સુંશાતના પિતાએ બિહારમાં જે કેસ ફાઈલ કર્યો છે..તેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા ચક્રવતી દ્વારા માગ કરવામાં આવી છે.જોકે છેલ્લે જે સુનાવણી થઈ હતી.તેમા કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે તેમણે બિહાર સરકારની અપીલને માનીને આ સુશાંતનો કેસ સીબીઆઈને સોંપી દીધો છે.

બિહાર સરકારની અપીલને માનીને આ સુશાંતનો કેસ સીબીઆઈને સોંપી દીધો

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

પરંતુ મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસ સામે વિરોધ કર્યો છે…જેથી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે કે કેસની તપાસ કોણ કરશે. પરંતુ સમગ્ર મામલે રિયા ચક્રવતીએ એવું કહ્યું છે કે બિહારમાં આ વર્ષે ચૂંટણી છે..જેથી આ મુદ્દાને બિહાર સરકાર દ્વારા ખેચવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસ સામે વિરોધ કર્યો

પરંતુ તેણે એવું પણ કીધું છે કે સુપ્રીમ કોર્ટ જો સીબીઆઈને તપાસ સોપશે તો તેને પણ કોઈ વાંધો નથી.જોકે મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કર્યા બાદ સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે..અને સીબીઆઈ સુશાંતના પિતા અને તેના પરિવારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે ફરીદાબાદ ગઈ હતી, તેમણે અન્ય લોકોની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે.