સુશાંત સિંહ રાજપુતની એક્સ તેના મુંબઈ સ્થિત ઘરે પહોંચી, પરિવારનાં સભ્યોનાં આવા હતા રિએક્શન

0
35

સુશાંતસિંહ રાજપૂતના નિધનથી સૌ કોઈ પરેશાન છે, દુખી છે અને સાથે સાથે તેના પરિવાર અંગે ચિંતિત પણ છે. સુશાંતે તેની કરિયરના પ્રારંભમાં ટીવી સિરિયલ પવિત્ર રિશ્તામાં અંકિતા લોખંડે સાથે કામ કર્યું હતું. આ સિરિયલ ખૂબ જ લોકપ્રિય બની હતી. આ શોમાં તેની અને અંકિતાની જોડી ઘણી પ્રશંસા પામી હતી. હવે અંકિતા મંગળવારે સુશાંતના પરિવારજનોને મળવા માટે તેમના ઘરે ગઈ હતી.

અંકિતા મુંબઈ ખાતેના સુશાંતના નિવાસે તેના પરિવારજનોને મળી હતી.સુશાંતે રવિવારે તેના જ એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના નિધનના સમાચાર મળ્યા બાદ અંકિતા સૌથી વધારે દુખી હતી. તે રડતી જ રહેતી હતી. પવિત્ર રિશ્તાની સ્ટારે પ્રાર્થનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અંકિતા ભાંગી પડી છે. તે સતત રડી રહી છે. જોકે હવે તમામે આગળ વધવાની જરૂર છે. એમ લાગે છે કે દુનિયા અહીં જ અટકી ગઈ છે. અંકિતા તો અત્યારે કોઈ વાત કરવાની સ્થિતિમાં જ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here