સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે સિંહને હાર્ટની સમસ્યા થતાં હોસ્પિટલમાં દાખલ

0
6

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ચાહકો હજી પણ ભૂલ્યા નથી. સુશાંત માટે ન્યાયની લડાઈ લડતાં તેના પિતા કે.કે સિંહની તબિયત આજકાલ ઠીક નથી. કે.કે સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હૃદયની સમસ્યા હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે.

તસવીર કોણે શૅર કરી?
ફોટો સૌમ્ય દીપ્ત નામના સોશિયલ મીડિયા હેન્ડલથી શૅર કરવામાં આવી છે. આ તસવીરના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું, ‘સુશઆંતના પિતા પટનામાં દાખલ કરવામાં આવેલી FIRના મુખ્ય ફરિયાદી છે. આ દસ્તાવેજના આધારે CBI તપાસ કરી રહી છે. હવે તેઓ હાર્ટ ઈશ્યૂ સામે ઝઝૂમી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે. સ્ટ્રેસ વધી રહ્યો છે. CBIએ આ વૃદ્ધ સજ્જનને માટે જલદીથી નિષ્કર્ષની જાહેરાત કરવી જોઈએ.’

આ પોસ્ટ બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે કે.કે સિંહની હોસ્પિટલની તસવીર શૅર કરીને તેમની સલામતીની દુઆ માગી છે અને CBI જલદીથી સુશાંત કેસમાં પરિણામ જાહેર કરે તેવી અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે 14 જૂનના રોજ મુંબઈમાં સુશાંત સિંહ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતના પિતાએ આક્ષેપ મૂક્યો છે કે તેમના દીકરાને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. કે.કે સિંહે રિયા ચક્રવર્તી તથા તેના પરિવાર, સુશાંતના સ્ટાફ પર છેતરપિંડીનો પણ આક્ષેપ લગાવ્યો છે. હાલમાં સુશાંતના મોતની તપાસ CBI, ED તથા NCB કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here