સુશાંત સિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારાએ ફરીવાર રેકોર્ડ બનાવ્યો, સૌથી વધુ IMDB રેટિંગ ધરાવનાર ફિલ્મ બની

0
10

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલ ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સુશાંતના ફેન્સે તેની ફિલ્મને સૌથી વધુ IMDB રેટિંગ ધરાવનાર ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકમાં તેનું રેટિંગ 10માંથી 10 હતું . આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે 9.8 રેટિંગ છે અને 31,000થી વધુ લોકોએ રેટિંગ આપ્યું છે.

અગાઉ આ રેકોર્ડ 1994ની હોલિવૂડ ફિલ્મ ધ શોશેન્ક રિડેમ્પશન (The Shawshank Redemption)ના નામ પર હતો. આ ફિલ્મનું રેટિંગ 10 માંથી 9.3 છે.

સૌથી વધુ લાઇક્સ ધરાવનાર ટ્રેલર

દિલ બેચારા ફિલ્મના નામે હજુ પણ એક રેકોર્ડ છે. આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર છે. હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમ અને એવેન્જર્સ: ઈન્ફિનિટી વોરનો રેકોર્ડ તોડીને દિલ બેચારા પહેલા નંબર પર છે. ટ્રેલર રિલીઝ થયાના 21 કલાકમાં જ ટ્રેલરને 5.5 મિલિયન એટલે કે 55 લાખ લોકોએ લાઇક કર્યું હતું.

દિલ બેચારા ફિલ્મનું અગાઉ નામ કીઝી ઔર મેની રાખવામાં આવ્યું હતું પણ 2019માં ફિલ્મનું નામ બદલીને દિલ બેચારા રાખવામાં આવ્યું. ફિલ્મમાં સુશાંત મેનીના રોલમાં અને સંજના કીઝીના રોલમાં છે. 14 જૂને સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધા બાદ આ ફિલ્મ ઘણી ખાસ બની ગઈ છે. લોકોની સાથે સેલેબ્સે પણ ફિલ્મને પૂરતો પ્રેમ આપ્યો. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here