સુશાંતની બહેનોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને રિયાએ કરાવેલી FIR રદ કરવાની અરજી કરી

0
0

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ તથા મીતુ સિંહે બોમ્બે હાઈકોર્ટમાં રિયા ચક્રવર્તી તરફથી નોંધાવવામાં આવેલી FIR વિરુદ્ધ અરજી કરી છે. સુશાંતની બહેને FIRને રદ કરવાની માગણી કરી છે. રિયા ચક્રવર્તીએ ધરપકડ પહેલા સુશાંતની બહેન પ્રિયંકા, મીતુ સિંહ તથા રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર વિરુદ્ધ કેસ કર્યો હતો.

રિયાનો આક્ષેપ હતો કે પ્રિયંકા સિંહે સુશાંત માટે બનાવટી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવ્યું હતું. સુશાંતને તેની બહેન ગેરકાયદેસર રીતે દવા આપી રહી હતી. આ NDPS એક્ટ હેઠળ આવે છે.

રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે 8 જૂનની સવારે તે જ્યારે સુશાંતના ઘરમાં હતી ત્યારે સુશાંત સતત કોઈની સાથે ફોનમાં વાત કરતો હતો. જ્યારે આ અંગે તેણે સુશાંતને પૂછ્યું તો તેણે પોતાની બહેનની સાથે ફોન પર કરેલી ચેટ બતાવી હતી. આ ચેટમાં તેની બહેન પ્રિયંકા દિલ્હીમાં બેસીને પોતાની તરફથી સુશાંતને સાઈકોટ્રોપિક ડ્રગ લેવાની સલાહ આપી હતી. તેણે એક એવા ડૉક્ટરના માધ્યમથી દવા લેવાની સલાહ આપી હતી, જે ડૉક્ટરે સુશાંતને જોયો પણ નહોતો.

રિયાની આ FIR પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. શ્વેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોઈ પણ બાબત અમને તોડી શકશે નહીં, એક ખોટી FIR તો ક્યારેય નહીં.

રિયા ચક્રવર્તી જેલમાં છે
રિયા ચક્રવર્તી 8 સપ્ટેમ્બરના રોજથી જેલમાં છે. રિયા ચક્રવર્તી ભાયખલા જેલમાં છે અને તેના ભાઈ શોવિકની પણ NCBએ ધરપકડ કરી હતી. રિયા તથા શોવિક હજી 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here