સુશાંત સુસાઈડ કેસ : બૉડીગાર્ડનો ખુલાસો, ‘બીમાર સુશાંત હંમેશાં પથારીમાં પડ્યો રહેતો, તેના પૈસાથી રિયા ચક્રવર્તી ઘરમાં પાર્ટીઓ કરતી’

0
5

મુંબઈ. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. સુશાંતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. બિહાર પોલીસ આ કેસની તપાસ અર્થે મુંબઈ આવી છે. બિહાર પોલીસે ઘણાં લોકોની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતના બૉડીગાર્ડે એક ઈન્ટરવ્યૂમાં શોકિંગ ખુલાસાઓ કર્યા હતા.

સુશાંત બીમાર રહેતો હતો, રિયા પાર્ટી કરતી હતી
બૉડીગાર્ડે રિપબ્લિક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત ઘણીવાર બીમાર રહેતો હતો. તે મોટાભાગનો સમય પોતાના બેડરૂમમાં સૂતો રહેતો હતો. બૉડીગાર્ડે એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંતની લિવ-ઈન પાર્ટનર રિયા ચક્રવર્તી ઘરમાં પાર્ટી આપતી હતી. આ પાર્ટીના તમામ ખર્ચાઓ સુશાંતના પૈસાથી ચૂકવવામાં આવતા હતા.

રિયા પાર્ટીમાં મશગૂલ રહેતી હતી અને સુશાંત બેડરૂમમાં સૂતો રહેતો હતો. સુશાંતના ઘરમાં થતી પાર્ટીમાં રિયા ઉપરાંત તેના પિતા તથા ભાઈ પણ આવતા હતા.

બૉડીગાર્ડે આગળ એમ પણ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક મહિનાથી સુશાંતનો પરિવાર એક્ટરના સંપર્કમાં નહોતો. પરિવારનો એક પણ સભ્ય સુશાંતને મળવા આવી શકતો નહોતો.

સુશાંતની લાઈફ-સ્ટાઈલમાં એકદમ પરિવર્તન આવી ગયું હતું
બૉડીગાર્ડે કહ્યું હતું કે રિયાના આવ્યા બાદ છેલ્લાં એક વર્ષમાં સુશાંતની લાઈફ-સ્ટાઈલમાં ઘણો જ ફેરફાર થયો હતો. સુશાંત દવા લઈને આખો દિવસ સૂતો જ રહેતો હતો. તેને ઓવર-ડોઝ આપવામાં આવતો કે નહીં એ ખબર નથી. ગયા વર્ષે યુરોપ ટ્રિપમાંથી તે પાછો આવ્યો પછી તે બીમાર જ રહેતો હતો. તે હંમેશાં રૂમમાં પડ્યો રહેતો હતો. જોકે, પહેલાં આવું ક્યારેય બન્યું નહોતું. તે પહેલાં ઘણો જ એક્ટિવ હતો. સુશાંત નિયમિત રીતે પહેલાં સ્વિમિંગ, રનિંગ તથા જિમિંગ કરતો હતો.

ઈન્ટરવ્યૂમાં બૉડીગાર્ડે એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંતનો પૂરો સ્ટાફ બદલાવી નાખ્યો હતો. તે એક માત્ર બૉડીગાર્ડ તરીકે સુશાંત સાથે જોડાયેલો રહ્યો હતો. તે ઈચ્છે છે કે આ કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને સુશાંતને ન્યાય મળે.