Thursday, August 5, 2021
No menu items!
Homeહાઇકોર્ટમાં ડ્રગ્સ કેસ : NCBએ કહ્યું- રિયા કાંઈ નિર્દોષ નથી, સુશાંતને ડ્રગ્સની...
Array

હાઇકોર્ટમાં ડ્રગ્સ કેસ : NCBએ કહ્યું- રિયા કાંઈ નિર્દોષ નથી, સુશાંતને ડ્રગ્સની જાળમાં ફસાવવા માટે તેની પાસે ગઈ હતી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલી જામીન અરજીનો વિરોધ કર્યો છે. NCBએ કહ્યું હતું કે બંનેએ ડ્રગ્સના ખરીદવેચાણને પ્રોત્સાહન આપ્યું અને નાણાકીય મદદ પહોંચાડી. એજન્સીએ ગંભીર આરોપ લગાવી કહ્યું રિયા ચક્રવર્તી કાંઈ નિર્દોષ નથી પણ એકદમ દુષ્ટ છે. તે સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની જાળમાં ફસાવવા માટે તેની પાસે ગઈ હતી.

મંગળવારે બોમ્બે હાઇકોર્ટે રિયા તરફથી ફાઈલ થયેલી જામીન અરજી પર 7 કલાક સુનાવણી કરી. કોર્ટે બધા પક્ષના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરીને નિર્ણય સુરક્ષિત કરી લીધો છે.

ડ્રગ્સ રેકેટની રિયા એક્ટિવ મેમ્બર છે

તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે રિયા ચક્રવર્તી પૂરી સભાનતામાં અને આખા પ્લાનિંગ સાથે ડ્રગ્સનો ધંધો કરતી હતી. તે એક ડ્રગ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર હતી, જેમાં હાઈ સોસાયટીના ઘણા ફેમસ લોકો અને ડ્રગ સપ્લાયર્સ સામેલ છે. NCBએ કહ્યું કે ડ્રગ્સ સેવન કરવાના કેસમાં રિયા ચક્રવર્તી લેટ એક્ટર સુશાંત સિંહને પ્રોત્સાહન આપવાની આરોપી છે. રિયાએ જ સુશાંતને ડ્રગ્સની લત લગાવી હતી.

સુશાંતની સાથે રહીને તેને છેતર્યો

NCBના અધિકારીઓના જણાવ્યા મુજબ ‘એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની આખી ઘટના જોઈએ તો આ સામે આવે છે કે રિયા ચક્રવર્તી આ વાતથી જાણકાર હતી કે સુશાંત ડ્રગ્સનું સેવન કરતા હતા અને તે દરમ્યાન તેણે તેને આવું કરવા માટે પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં પણ તેણે બધી વાત છુપાવી પણ ખરા.’

સુશાંત વિરુદ્ધ ક્રિમિનલ ષડયંત્ર

NCBએ રિયાને દુષ્ટ અપરાધી માની તેની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે તેની વિરુદ્ધ ઘણા એવા પુરાવા મળ્યા છે, જેનાથી ખબર પડે છે કે તે ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ રહી છે. NCBએ આ સ્પષ્ટ કરી દીધું કે એક ક્રિમિનલ ષડયંત્ર હેઠળ રિયાએ ડ્રગ્સની આપ-લે માટે અન્ય આરોપીને સમર્થન આપ્યું, તેને આવું કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને પૈસાથી પણ તેમની મદદ કરી.

રિયાએ પણ કોર્ટમાં સ્વીકાર્યું છે

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં રિયાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે તેણે સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને તે ડ્રગ્સના પૈસા ચૂકવ્યા હતા જે પાછળથી સુશાંતને સેવન કરવા માટે આપવામાં આવ્યા હતા. NCBએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે જે ડ્રગ્સ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા તે અંગત યુઝ માટે નહીં પણ આ અન્યને આપવા માટે કરવામાં આવ્યું હતું અને આ NDPS 1985ની ધારા 27A હેઠળ આવે છે.

રિયા છૂટી ગઈ તો પુરાવા નષ્ટ થશે

એફિડેવિટમાં એજન્સીએ કહ્યું કે તપાસ એક મહત્ત્વના ચરણમાં છે અને જો આ સમયે રિયાને જામીન મળ્યા તો આનાથી તપાસમાં અવરોધ પેદા થઇ શકે છે. રિયા નશીલા પદાર્થના સ્મગલિંગમાં સામેલ છે, આ સાબિત કરવા માટે ઘણા પુરાવા છે. તે ડ્રગ્સ પહોંચાડવાના કામમાં માત્ર મદદ કરતી હતી એટલું જ નહીં પણ ક્રેડિટ કાર્ડ, રોકડ અને આવા જ ઘણા માધ્યમથી તેનું પેમેન્ટ પણ કરતી હતી.

એજન્સીએ આગળ કહ્યું કે રિયાએ તેના ઘરે ડ્રગ્સ રાખવાની અને સુશાંતને સેવન કરવાની મંજૂરી આપી. આ કેસ NDPS એક્ટ હેઠળ પણ આવે છે એટલે માટે આ બધા પર હવે અમારો અધિકાર પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments