યાદોમાં સુશાંત : વરસતા વરસાદની વચ્ચે સુશાંતના અંતિમ સંસ્કાર થયા, પરિવાર-બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં

0
0

મુંબઈ. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે (15 જૂન) મુંબઈમાં વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતાં. પિતા કેકે સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવ્યા હતાં અને તેમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મુંબઈ પોલીસના મતે, અંતિમ સંસ્કારમાં પરિવારના આઠ સભ્યો સામેલ થયા હતાં. સુશાંતના પિતા ઉપરાંત બહેન તથા અન્ય નિકટના સંબંધીઓ સ્મશાન આવ્યા હતાં. સુશાંતના અંતિમ સંસ્કાર સમયે મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

આ સેલેબ્સ સ્મશાન આવ્યા હતાં

શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, ક્રિતિ સેનન, અભિષેક કપૂર પત્ની પ્રજ્ઞા સાથે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતાં. આ ઉપરાંત ટીવી સેલેબ્સ પણ આવ્યા હતાં.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસી લગાવી હોવાની વાત સામે આવી હતી. સુશાંતના કઝિન ભાઈ નીરજે કહ્યું હતું કે પરિવાર પટનામાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવા માગતું હતું પરંતુ કોરોનાને કારણે તંત્રે પરવાનગી આપી નહોતી. સુશાંતના પોસ્ટરમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સામે આવી છે. 34 વર્ષીય સુશાંતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટ મળી આવી નથી.

અપડેટ્સ 

 • શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, અભિષેક કપૂર, વરુણ શર્મા, મુકેશ છાબરા સ્મશાનઘાટ પર હાજર
 • પરિવાર સ્મશાન ઘાટ પહોંચ્યો હતો
 • સુશાંતનો પરિવાર બાંદ્રા સ્થિત ઘરે હોસ્પિટલ જવા રવાના થયો હતો
 • અંતિમ સંસ્કાર બાદ પરિવાર મીડિયા સાથે વાત કરશે.
 • સુશાંતની ડેડબૉડી થોડીવારમાં પરિવારને આપવામાં આવી હતી. જીજાજી ઓપી સિંહે પેપર સાઈન કર્યાં હતાં
 • પોલીસે પરિવારને કહ્યું, વિલે પાર્લે અથવા બાંદ્રામાં બેમાંથી એક જગ્યાએ અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું, પરિવારે વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર કર્યાં હતાં
 • સુશાંતનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો
 • શોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેનું નિધન હેંગિંગ એટલે કે લટકવાને કારણે થયું છે. ફાંસી લગાવવા માટે કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરીર પર ઈજા કે અન્ય કોઈ પ્રકારના નિશાન નથી. શરીરમાં ઝેર કે કેમિકલ મળ્યું નથી.
 • સુશાંતે છેલ્લે એક્ટર મહેશ શેટ્ટી તથા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફોન કર્યાં હતાં, પોલીસ આ બંનેની પૂછપરછ કરી શકે છે
 • સુશાંત સિંહનો પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાંદ્રા પોલિસ સ્ટેશનને આપવામાં આવ્યો હતો. ત્રણ ડોક્ટર્સે પોસ્ટમોર્ટમ કર્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્વાસ રુંધાવાને કારણે નિધન થયું હતું.
 • DCP અભિષેક તથા મુંબઈ પોલીસની ટીમ સુશાંત સિંહ રાજપૂતના બાંદ્રા સ્થિત ઘરે, સુશાંતની બહેન, નોકર ઘરમાં જ, આ જ ફ્લેટમાં સુશાંતે ફાંસી લગાવી હતી
 • સુશાંત સિંહ રાજપૂતના ઘરે ફોરેન્સિક એક્પર્ટની ટીમના ત્રણ અધિકારીએ સુશાંતના ઘરની તપાસ કરી હતી.
 • સુશાંતની બહેને પોલીસને કહ્યું, ડિપ્રેશન હોવાની જાણ હતી, તેની તબિયત છેલ્લાં એક અઠવાડિયાથી સારી નહોતી

ડિરેક્ટર શેખર કપૂરની ટ્વીટથી બધા આશ્ચર્યમાં

ડિરેક્ટર શેખર કપૂરે કહ્યું હતું, મને ખ્યાલ હતો કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો છે. મને ખબર છે કે તે લોકોની વાત, જેણે તને આટલી હદે નિરાશ કર્યો કે તું મારા ખભા પર માથું મૂકીને રડતો હતો. કાશ, હું છેલ્લાં છ મહિના તારી આસપાસ રહેત, કાશ..તુ મારી સાથ વાત કરી શકત. તારે સાથે જે થયું એ તારું નહીં પણ એ લોકોના કર્મોનું ફળ છે

લૉકડાઉને તણાવમાં વધારો કર્યો?

પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી આવી છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તે છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. લૉકડાઉનને કારણે તે ડોક્ટર પાસે જઈ શક્યો નહીં. સુશાંતના મામાએ આ અંગે ન્યાયિક તપાસની માગણી કરી છે. જનઅધિકારી પાર્ટીના નેતા તથા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે CBI તપાસની માગણી કરી છે.

રાત્રે એક વાગે મિત્રને અને સવારે બહેનનો ફોન કર્યો હતો

સૂત્રોના મતે, સુશાંતે શનિવારે રાત્રે 12.45 વાગે પોતાના એક એક્ટર મિત્રને ફોન કર્યો હતો. જોકે, તેમણે રિસીવ કર્યો નહોતો. રવિવારે સવારે સુશાંત ઉઠ્યો અને નવ વાગે તેણે જ્યૂસ પીધો. ત્યારબાદ મુંબઈમાં જ રહેતી પોતાની બહેનને ફોન કર્યો હતો. પછી બેડરૂમમાં જતો રહ્યો હતો. બપોરે 12.30 વાગે કુકે લંચ માટે અનેકવાર દરવાજો ખખડાવ્યો હતો. મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ ના આવતા તેની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. બહેન આવી પછી ચાવીવાળાની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બે વાગે પોલીસને માહિતી આપવામાં આવી હતી.

પાર્થિવ દેહનો ફોટો શૅર કરનાર પર કાનૂની કાર્યવાહી થશે

સોશિયલ મીડિયામાં સુશાંતની ડેડબૉડીની તસવીરો વાઈરલ થઈ હતી. મહારાષ્ટ્ર પોલીસના સાઈબર સેલે ચેતવણી જાહેર કરી છે. સાઈબર સેલ તરફથી કહેવામાં આવ્યું છે કે સુશાંતની ડેડબૉડીની તસવીરો શૅર કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.

ભાઈએ કહ્યું, નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા

સુશાંતના કઝિન ભાઈ નીરજે કહ્યું હતું કે ફિલ્મ ના મળવી તે આત્મહત્યાનું કારણ હોઈ શકે નહીં. સુશાંત કોઈ પણ રીતે નાણાકીય તંગીમાંથી પસાર થતો નહોતો. નીરજે એમ પણ કહ્યું કે સુશાંતના લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થવાના હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here