સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાએ ‘રોડીઝ’ ફૅમ રાજીવ લક્ષ્મણને ગળે લગાવ્યો, ટ્રોલ થયો તો પોસ્ટ ડિલીટ કરી.

0
7

રિયા ચક્રવર્તીએ હવે ધીમે ધીમે રેગ્યુલર લાઈફ જીવવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં NCBએ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી અને મહિના બાદ તેને જામીન મળ્યા હતા. હાલમાં જ રિયા ચક્રવર્તી પોતાના ખાસ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. સુશાંતના મોતના છ મહિના બાદ રિયા આ રીતે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. રાજીવ લક્ષ્મણે સોશિયલ મીડિયામાં રિયા સાથેની તસવીર શૅર કરી હતી. રિયાને સુશાંત કેસમાં આરોપી બનાવવામાં આવી છે અને તેથી જ સુશાંતના ચાહકોને આ તસવીર પસંદ આવી નહોતી. તેમણે રાજીવને ટ્રોલ કર્યો હતો. ત્યારબાદ રાજીવે આ તસવીરો ડિલીટ કરી નાખી હતી અને એક મેસેજ પોસ્ટ કર્યો હતો.

રાજીવે શું સ્પષ્ટતા કરી?

રાજીવે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘એક પોસ્ટ પરના મારી બેજવાબદાર પૂર્વક રીતે પસંદ કરેલા શબ્દોને કારણે મુશ્કેલી વધી ગઈ હતી. રિયા મારી બહુ જ સારી અને જૂની મિત્ર છે અને તેને ફરીવાર મળીને ઘણો જ ખુશ થયો છું. હું તેના માટે દુઆ કરું છું કે તે સારી રહે.’ રાજીવે જે પોસ્ટ ડિલીટ કરી તેમાં રિયા માટે લખ્યું હતું, ‘માય ગર્લ’.

 

રિયાએ મિત્રો સાથે પાર્ટી માણી

રિયા વીજે અનુષા દાંડેકરની બર્થડે પાર્ટીમાં આવી હતી. પાર્ટીમાં ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, ‘રોડીઝ’ જજ રાજીવ લક્ષ્મણ તથા અન્ય લોકો હતા. રાજીવે સોશિયલ મીડિયામાં રિયા સાથેની બે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘માય ગર્લ.’ રાજીવની પત્ની સુસાને પાર્ટીની ગ્રુપ તસવીર શૅર કરી હતી.

મિત્રો સાથે રિયા ચક્રવર્તી (પહેલી હરોળમાં જમણી બાજુ સૌથી પહેલી)
મિત્રો સાથે રિયા ચક્રવર્તી (પહેલી હરોળમાં જમણી બાજુ સૌથી પહેલી)

 

રિયાનો સ્ટાઈલિસ્ટ અંદાજ

પાર્ટીમાં રિયાનો સ્ટાઈલિસ્ટ અંદાજ જોવા મળ્યો હતો. રિયા બ્રાઉન રંગના સૂટમાં જોવા મળી હતી અને તેણે ઘૂંટણ સુધી હાઈ બુટ્સ પહેર્યાં હતાં. રિયાએ કોઈ મેકઅપ કર્યો નહોતો.

હાલમાં જ ભાઈ સાથે NCB ઓફિસ જોવા મળી હતી

ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલી રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સાથે એકવાર ફરી સોમવાર, ચાર જાન્યુઆરીના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) ઓફિસ આવી હતી. બંને ભાઈ-બહેન સાથે તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી પણ કારમાં આવ્યા હતા. બંને રૂટિન હાજરી માટે NCB ઓફિસ પહોંચ્યા હતા. કોર્ટે બંનેને જામીન પર છોડવા દરમિયાન શરત રાખી હતી કે તેમણે મહિનાના પહેલા સોમવારે NCB ઓફિસમાં હાજર થવાનું રહેશે.

ભાઈ સાથે ઘર શોધે છે

રિયા ચક્રવર્તી ભાઈ શોવિક સાથે ઘર શોધતી જોવા મળી હતી. આ પહેલાં તેના પેરેન્ટ્સ ઘર શોધતા જોવા મળ્યા હતા. પૂછપરછ, જેલ અને જામીન પછી આ પહેલી વખત હતું જ્યારે બંને ભાઈ-બહેન એક સાથે જોવા મળ્યા હોય. રિયા તેના ઘરેથી બહાર નીકળતા જોવા મળી. સુશાંત કેસમાં જે રીતે રિયાને ટાર્ગેટ કરવામાં આવી તેનાથી તે ઘણી જ ગુસ્સામાં છે. મીડિયા કવરેજ પર રિયાનો ગુસ્સો હજી પણ શાંત નથી થયો. જ્યારે ફોટોગ્રાફર્સે રિયાને ફોટો લેવા માટે તેના નામથી બોલાવી તો તે ગુસ્સે થઈને કહેતી જોવા મળી હતી કે હવે તેનો પીછો ના કરવામાં આવે.

રિયાને એક અને શોવિકને ત્રણ મહિના પછી જામીન મળ્યા હતા

રિયા અને શોવિકને સુશાંત ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતાં. રિયા એક મહિના સુધી જેલમાં રહી હતી.. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. શોવિકને ત્રણ મહિના પછી બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. બંને પાસે એક બોન્ડ સાઈન કરાવવામાં આવ્યો હતો.

‘જેલમાં રહ્યા બાદ અંદરથી તૂટી ગઈ છે રિયા’

ફિલ્મમેકર રૂમી જાફરીએ વેબ પોર્ટલ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘જેલમાં રહ્યા બાદ રિયા અંદરથી સાવ તૂટી ગઈ છે. તેના માટે 2020નું વર્ષ ઘણું જ ખરાબ રહ્યું છે. રિયા પૂરી રીતે ભાંગી પડી છે. તે એકદમ શાંત થઈ ગઈ છે. તે બહુ બોલતી નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here