સુશાંતની બહેન શ્વેતાસિંહે PM મોદી પાસે કરી ન્યાયિક તપાસની માગ

0
3

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે દરરોજ કોઇને કોઇ વાત સામે આવી રહી છે. મુંબઇ પોલીસે આ કેસ બાદ પહેલાં ફક્ત એક સુસાઇડ કેસની વાત કરી હતી. હવે સુશાંતનાં પિતા દ્વારા લગાવવામાં આવેલાં આરોપો બાદ દરેક એંગલથી તેની તપાસ થઇ રહી છે. બિહાર પોલીસ આ મામલે તપાસમાં લાગી ગઇ છે.

ત્યારે આ વચ્ચે સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ મામલે સુશાંતની બહેન શ્વેતાસિંહે પીએમ મોદી પાસે મદદ માગી છે. શ્વેતાએ કેસની ન્યાયિક તપાસ માટે પીએમ મોદી અને પીએમઓ પાસે મદદ માગી છે. સુશાંતનો પરિવાર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી રહ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસની જરૂર ન હોવાનું નિવેદન આપી રહી છે. તો બિહાર સરકાર પણ સુશાંત આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

શ્વેતાએ તેના ખુલ્લા પત્રમાં લખ્યું છે, ‘સાહેબ, મારા દિલે કહ્યું છે કે તમે ક્યાંકને ક્યાંક સત્ય સાથે ઉભા રહેશો. અમે ખૂબ જ સાધારણ પરિવારમાંથી છીએ. મારા ભાઈને કોઈ ગોડફાધર નહોતો. જ્યારે તે બોલીવુડમાં આવ્યો હતો. હું તમને વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતની તપાસ કરો અને ખાતરી કરો કે બધું જ વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યું છે અને કોઈ પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી. ન્યાય પ્રબળ થાય તેવી અપેક્ષા. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને 14 જૂને મુંબઈમાં તેના ઘરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સમાચાર અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો, પરંતુ હજી સુધી તેની આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યું નથી.

અભિનેતા સુશાંતસિંહ રાજપુત કેસ મામલે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ વોરંટ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કોઈપણ સમયે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી શકે છે. પોલીસ બિહારની એક કોર્ટના વોરંટની રાહ જોઈ રહી છે. સુશાંતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાવ્યો હતો. જેમા રિયા ચક્રવર્તી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ બિહાર પોલીસને મુંબઈની સ્થાનિક પોલીસની મદદ ન મળી રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રિયા સતત બિહાર પોલીસથી બચવાની કોશિશ કરી રહી હોવાનું પણ સામે આવ્યુ છે. આ મામલે સુશાંતના પરિવારે સીબીઆઈ તપાસની પણ માગ કરી છે.